Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Andhra Pradesh Oath Ceremony: ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા

Andhra Pradesh Oath Ceremony: આજરોજ આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) ની સરકાર બની છે. TDP ના પ્રમુખ Chandrababu Naidu એ વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તો Chandrababu Naidu ઉપરાંત પવન કલ્યાણ સહિત 25 ધારાસભ્યોએ મંત્રી તરીકે...
andhra pradesh oath ceremony  ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે ચોથી વખત શપથ લીધા

Andhra Pradesh Oath Ceremony: આજરોજ આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) ની સરકાર બની છે. TDP ના પ્રમુખ Chandrababu Naidu એ વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તો Chandrababu Naidu ઉપરાંત પવન કલ્યાણ સહિત 25 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. Chandrababu Naidu ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.

Advertisement

  • આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમે શપથ

  • અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે

  • ચૂંટણીઓમાં NDA ની જીતને અભૂતપૂર્વ ગણાવી હતી

આંધ્ર પ્રદેશ વિધાનસભા (175) ની સદસ્યતા અનુસાર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. પવન કલ્યાણને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. Chandrababu Naidu ના પુત્ર નારા લોકશે પણ શપથ લીધા છે. આંધ્રપ્રદેશમાં TDP પાર્ટી સાથે પવન કલ્યાણની જનસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. NDA ને 164 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં TDP ને 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે.

અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે

Advertisement

આ પહેલા આંધ્રપ્રદેશના ગવર્નર અબ્દુલ નઝીરે Chandrababu Naidu ને આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. NDA નેતાઓની વિનંતીને પગલે રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરે નાયડુને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. શપથ સમારોહમાં Chandrababu Naiduએ કહ્યું કે તેમણે દક્ષિણના રાજ્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી સમર્થન માંગ્યું છે. તેમણે વચન આપ્યું હતું કે અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે અને પોલાવરમ પ્રોજેક્ટ પૂર્ણ થશે.

ચૂંટણીઓમાં NDA ની જીતને અભૂતપૂર્વ ગણાવી હતી

તેમણે વધુમાં કહ્યું કે વિશાખાપટ્ટનમને આર્થિક રાજધાની અને અદ્યતન વિશેષ શહેર તરીકે વિકસાવવામાં આવશે. TDP પ્રમુખએ તાજેતરની ચૂંટણીઓમાં NDA ની જીતને અભૂતપૂર્વ ગણાવી હતી. નાયડુના કહેવા પ્રમાણે, તેમણે અગાઉ ઘણી ચૂંટણીઓની સમીક્ષા કરી છે, પરંતુ 2024 ની ચૂંટણીએ તેમને સૌથી વધુ સંતોષ આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Odisha Oath Ceremony: ઓડિશામાં 25 વર્ષ બાદ પ્રથમવાર ભાજપ સરકાર, કુલ 16 મંત્રીઓએ લીધા શપથ

Tags :
Advertisement

.