ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Air India Express ની ફ્લાઈટમાં અચાનક લાગી આગ, 145 જેટલા યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા!

વિમાને ઉડાન ભરતાંની સાથે જ ધુમાડો નીકળવા માંડ્યો હતો Air India Express પ્લેનમાંથી ધુમાડો નીકળતા મુસાફરોમાં ડરનો માહોલ ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી Air India Express : દુનિયાભરમાં હવાઈ યાત્રા (Air travel) ને સૌથી સુરક્ષિત...
04:15 PM Oct 04, 2024 IST | Hardik Shah
Air India Express flight suddenly catches fire

Air India Express : દુનિયાભરમાં હવાઈ યાત્રા (Air travel) ને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોમાં ફ્લાઈટ (Flight) માં કોઇને કોઇ ટેકનિકલ પ્લોબ્લમ આવી છે જેના કારણે યાત્રીઓના જીવ ઉંચા-નીચા થઇ ગયા છે. ત્યારે એકવાર ફરી આવો જ કિસ્સો બન્યો છે. તિરુવનંતપુરમથી મસ્કત માટે રવાના થયેલા Air India Express પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેના કારણે ફ્લાઈટમાં હાજર અંદાજે 145 જેટલા મુસાફરો ડરી ગયા હતા. જોકે, ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કરી લેવામાં આવી હતી અને કોઇ જાનહાનીના પણ સમાચાર નથી.

મુસાફરોમાં ડર જોવા મળ્યો

Air India Express પ્લેનમાંથી ધુમાડો નીકળ્યા બાદથી મુસાફરોમાં ડર જોવા મળ્યો હતો. જોકે, ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ માટે મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. Air India Express ના પ્રવક્તાએ જણાવ્યું કે, મુસાફરો માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ધુમાડા પાછળનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવશે. Air India Express એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે એરક્રાફ્ટ ઓપરેશનના દરેક પાસાઓમાં સુરક્ષાને પ્રાથમિકતા આપીએ છીએ અને તેને કારણે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ."

તમામ મુસાફરો સુરક્ષિત

Air India ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ કરતાની સાથે જ ધુમાડો દેખાવા લાગ્યો હતો. આ પછી પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્લેનમાં ધુમાડો કયા કારણોસર થયો તે જાણવા માટે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. Air India Express એ મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

ક્યારે પ્લેનમાંથી ધુમાડો નીકળ્યો હતો?

Air India Express ફ્લાઈટ IX 549માં ટેક ઓફ દરમિયાન ધુમાડો નીકળવાની ઘટના નોંધાઈ હતી. આ ઘટના સવારે 8.39 કલાકે બની હતી. રનવે પર ટેકઓફ દરમિયાન પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ત્યારબાદ પ્લેનને સુરક્ષિત રીતે રનવે પર લાવવામાં આવ્યું હતું. ધુમાડો કયા કારણોસર થયો તે જાણવા તપાસ હાથ ધરવામાં આવશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું, "અમે એરક્રાફ્ટ ઓપરેશનના દરેક પાસાઓમાં સલામતીને પ્રાથમિકતા આપીએ છીએ અને અસુવિધા માટે માફી માંગીએ છીએ."

આ પણ વાંચો:  વંદે ભારત ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, યાત્રીઓમાં ફેલાયો ડરનો માહોલ

Tags :
AIR INDIA EXPRESSAir India Express emergency landingAir India Express NewsAIR TRAVELDGCAEmergency LandingEmergency Landing ThiruvananthapuramflightFlight SafetyxFlight Smoke IncidentGujarat FirstHardik ShahMuscat FlightPrecautionary LandingsmokeTechnical GlitchThiruvananthapuramThiruvananthapuram airportThiruvananthapuram Muscat FlightTrivandrum news
Next Article