Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajasthan: ખાણમાં લિફ્ટ તૂટી જતા 14 અધિકારીઓ ખાણમાં ફસાયા

Rajasthan news : રાજસ્થાનના ઝુંઝુનુ શહેરમાં HCLની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી જવાને કારણે કુલ 14 અધિકારીઓ ખાણમાં ફસાયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જે બાદ પોલીસ અને પ્રશાસનની...
rajasthan  ખાણમાં લિફ્ટ તૂટી જતા 14 અધિકારીઓ ખાણમાં ફસાયા

Rajasthan news : રાજસ્થાનના ઝુંઝુનુ શહેરમાં HCLની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી જવાને કારણે કુલ 14 અધિકારીઓ ખાણમાં ફસાયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જે બાદ પોલીસ અને પ્રશાસનની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ રેસ્ક્યુની કામગિરી પુરજોશમાં ચાલી રહી છે જેમાં બેથી ત્રણ લોકોને બચાવી લેવાયા હોવાના સમાચાર મળ્યા છે.

Advertisement

કેવી રીતે થયો અકસ્માત?

ઝુંઝુનુના ખેતરી વિસ્તારમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં લિફ્ટ મશીનનું દોરડું તૂટી જતાં લિફ્ટ નીચે પડી ગઇ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં કોલકાતાની વિજિલન્સ ટીમ સહિત 14 વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને નજીકની હોસ્પિટલોમાંથી તમામ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી છે. આ સાથે ડોક્ટરોની ટીમને પણ ઈમરજન્સી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

ઘટનાસ્થળે ભાજપના ધારાસભ્ય

કોલિહાન ખાણમાં બનેલી ઘટના પર ભાજપના ધારાસભ્ય ધરમપાલ ગુર્જરે કહ્યું કે હું ચૂંટણી પ્રચાર માટે હરિયાણા ગયો હતો પરંતુ જ્યારે મને આ માહિતી મળી તો હું તરત જ અહીં આવ્યો. મેં બધાને બોલાવ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મેં એસડીએમને અહીં બોલાવ્યા છે. બચાવ ટુકડીઓ તૈનાત છે અને 6-7 એમ્બ્યુલન્સ અહીં ઉભી છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, ચોક્કસ બધા સુરક્ષિત રીતે બહાર આવી જશે.

આ પણ વાંચો------ Bihar Police Accident: ચૂંટણી યોજીને પરત ફરી રહેલા કર્મચારીઓના વાહનને ઘાતક ટ્રકે ટક્કર મારી

Advertisement

આ પણ વાંચો------ UP Marriage Case: પતિ-પત્ની અને વોના કેસમાં સામે આવ્યું કુરકુરે

આ પણ વાંચો----- Bhairamgarh : સૈનિકોને ટાર્ગેટ કરવા માટે લગાવેલી લેન્ડમાઈન બ્લાસ્ટ થતા 2 બાળકોના મોત…

આ પણ વાંચો---- Delhi ની ઘણી હોસ્પિટલોમાં બોમ્બની માહિતી, ભયનો માહોલ, પોલીસ-પ્રશાસન એલર્ટ…

Tags :
Advertisement

.