Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amarnath Yatra News: જમ્મુથી અમરનાથ ગુફા મંદિર માટે 4,889 શ્રદ્ધાળુઓનો સમૂહ થયો રવાના

Amarnath Yatra News: દક્ષિણ કાશ્મીર હિમાલયમાં Amarnath ગુફા મંદિર માટે આજરોજ વહેલી સવારે 4,889 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી રવાના થયો હતો. સુરક્ષા અધિકારીઓએ આ માહિતી આપી હતી. કાશ્મીરમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા પછી, તમામ તીર્થયાત્રીઓ 3,880 મીટરની ઉંચાઈ...
amarnath yatra news  જમ્મુથી અમરનાથ ગુફા મંદિર માટે 4 889 શ્રદ્ધાળુઓનો સમૂહ થયો રવાના

Amarnath Yatra News: દક્ષિણ કાશ્મીર હિમાલયમાં Amarnath ગુફા મંદિર માટે આજરોજ વહેલી સવારે 4,889 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુથી રવાના થયો હતો. સુરક્ષા અધિકારીઓએ આ માહિતી આપી હતી. કાશ્મીરમાં બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચ્યા પછી, તમામ તીર્થયાત્રીઓ 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધી રહ્યા છે.

Advertisement

  • 187 વાહનોમાં 4,889 શ્રદ્ધાળુઓ બેઝ કેમ્પથી નીકળ્યા

  • 91,202 શ્રદ્ધાળુઓ Amarnath Yatra માટે રવાના થયા

  • Amarnath Yatra 19 ઓગસ્ટે પૂરી થશે

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે 187 વાહનોમાં 4,889 શ્રદ્ધાળુઓ કડક સુરક્ષા વચ્ચે સવારે 3 વાગ્યે ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે 500 મહિલાઓ અને 11 બાળકો સહિત 2,993 યાત્રાળુઓએ યાત્રા માટે 48 km લાંબા પરંપરાગત પહેલગામ માર્ગને પસંદ કર્યો છે. જ્યારે 1,896 યાત્રાળુઓ તુલનાત્મક રીતે ટૂંકા 14 km બાલટાલ માર્ગ પરથી મુસાફરી કરશે.

Advertisement

Amarnath Yatra 19 ઓગસ્ટે પૂરી થશે

જમ્મુથી અત્યાર સુધીમાં 91,202 શ્રદ્ધાળુઓ Amarnath Yatra માટે રવાના થયા છે. તે જ સમયે બાકીના તીર્થયાત્રીઓ ઘાટીમાં સ્થિત બેઝ કેમ્પમાં પહોંચી ગયા છે. 52 દિવસની Amarnath Yatra ઔપચારિક રીતે 29 જૂનથી શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટે પૂરી થશે. અત્યાર સુધીમાં 2.8 લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. Amarnath Yatra રક્ષાબંધનના તહેવારના દિવસે 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ગત વર્ષે 4.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ Amarnath ગુફામાં પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો: UP CM Yogi: પહેલા તાજીયામાં લોકોના ઘરના તોડવામાં આવતા, લોકોને અત્યારનો સામનો કરવો પડતો

Advertisement

Tags :
Advertisement

.