Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરનાથ યાત્રાની તૈયારી પૂરજોશમાં, જુલાઈ માસમાં શરુ થઇ શકે છે યાત્રા

બાબાબર્ફાની અમરનાથ યાત્રાની તૈયારીઓ આ વખતે સામાન્ય કરતા 50 ટકા વધુ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોરોનાકાળ દરમયાન અમરનાથ યાત્રા થઇ શકી ન હતી જેને ધ્યાને રાખીને સરકાર માની રહી છે કે, આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય કરતાં વધુ હશે.આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓની સરળ અવરજવર માટે રહેવા સહિતની વધારાની 50 ટકા વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રાના રૂટ પર હિમવર્ષા ઘટી à
અમરનાથ યાત્રાની તૈયારી પૂરજોશમાં  જુલાઈ માસમાં શરુ થઇ શકે છે યાત્રા
બાબાબર્ફાની અમરનાથ યાત્રાની તૈયારીઓ આ વખતે સામાન્ય કરતા 50 ટકા વધુ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોરોનાકાળ દરમયાન અમરનાથ યાત્રા થઇ શકી ન હતી જેને ધ્યાને રાખીને સરકાર માની રહી છે કે, આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય કરતાં વધુ હશે.
આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓની સરળ અવરજવર માટે રહેવા સહિતની વધારાની 50 ટકા વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રાના રૂટ પર હિમવર્ષા ઘટી છે, જેના કારણે એપ્રિલના પહેલા અઠવાડિયાથી કામ શરૂ થશે અને આ કાર્ય 15 મે સુધીમાં પૂર્ણ પણ થઇ જશે. 
ગુરુવારે કાશ્મીરના કમિશનર પાંડુરંગ કે પોલેની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ સંદર્ભે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી. ડિવિઝનલ કમિશનરે કહ્યું કે, કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષમાં અમરનાથ યાત્રા યોજાઈ શકી ન હતી તેની અસર આ વર્ષે યાત્રામાં યાત્રિકોની સંખ્યા પર પડી શકે છે. તેમણે કહ્યું કે, મુસાફરોની સંખ્યા વધુ ધ્યાનમાં લેવી પડશે.
યાત્રાના રૂટ પર રસ્તા પહોળા કરવામાં આવશે
ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે, 'શ્રી અમરનાથ યાત્રા રૂટ સાથે જોડાયેલા રસ્તાઓ પર જ્યાં પણ વધુ ભીડ થાય છે, તેને સમયસર પહોળા કરવા જોઈએ. આ ઉપરાંત ગત વર્ષે જ્યાં પણ વધુ વરસાદ થયો અને વરસાદને કારણે વધુ નુકસાન થયું છે ત્યાં જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવી જોઈએ.
કોરોના ટેસ્ટિંગ અને ઓક્સિજન બૂથ બનાવવામાં આવશે
શ્રી અમરનાથ યાત્રા દરમિયાન મુસાફરો માટે કોરોના ટેસ્ટ  માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે અને કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે ઓક્સિજન બૂથ પણ બનાવવામાં આવશે. શ્રદ્ધાળુઓને પર્યાપ્ત સેવાઓ આપવા માટે અન્ય જિલ્લામાંથી ઘોડેસવારોને પણ બોલાવવામાં આવશે. સામાન્ય રીતે અમરનાથ યાત્રા કરતા આ વર્ષે વધુ લોકો યાત્રા એ આવે તેવી શક્યતા વચ્ચે  50 ટકા વધારાની વ્યવસ્થા કરવી પડશે. પ્રવાસની વ્યવસ્થાને લગતા તમામ વિભાગોને સૂચના આપતા ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે, 'કેમ્પિંગ સાઇટથી લઈને પાર્કિંગની જગ્યા, આરોગ્ય, પાણી, શૌચાલય અને અન્ય તમામ વ્યવસ્થા મુસાફરોની સંભવિત વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે'.
Advertisement
Tags :
Advertisement

.