Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

1993માં થયું હતું અપહરણ, હવે 31 વર્ષ બાદ પરિવારને મળ્યો દીકરો

ગાઝિયાબાદ પોલીસે 31 વર્ષથી વિખૂટા પડેલા પુત્રને તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું છે. શખ્સનું નામ રાજુ ઉર્ફે પન્નુ છે. 1993માં સાહિબાબાદ વિસ્તારથી ગુમ થયેલો રાજુ, જે ત્યારે માત્ર 7 વર્ષનો હતો, હવે 31 વર્ષ બાદ પોતાના પરિવારને મળ્યો છે. રાજુએ આ 31 વર્ષ દરમિયાન તેની સાથે જે જે થયું તે તમામ કિસ્સાઓને જણાવવાનું શરૂ કર્યું.
1993માં થયું હતું અપહરણ  હવે 31 વર્ષ બાદ પરિવારને મળ્યો દીકરો
Advertisement
  • 31 વર્ષ બાદ ગુમ થયેલો પુત્ર પરિવાર સાથે ફરી મળ્યો
  • 1993માં અપહરણ અને રાજસ્થાનમાં કાળી મજૂરી
  • વેપારી દેવદૂત બનીને આવ્યો 
  • ગાઝિયાબાદ પોલીસે વિખૂટા થયેલા પુત્રને તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો

Ghaziabad Men return 31 years later after Kidnap : ગાઝિયાબાદ પોલીસે 31 વર્ષથી વિખૂટા પડેલા પુત્રને તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું છે. શખ્સનું નામ રાજુ ઉર્ફે પન્નુ છે. 1993માં સાહિબાબાદ વિસ્તારથી ગુમ થયેલો રાજુ, જે ત્યારે માત્ર 7 વર્ષનો હતો, હવે 31 વર્ષ બાદ પોતાના પરિવારને મળ્યો છે. રાજુએ આ 31 વર્ષ દરમિયાન તેની સાથે જે જે થયું તે તમામ કિસ્સાઓને જણાવવાનું શરૂ કર્યું. જેમાં તેણે રાજસ્થાનમાં બંધક બનાવવામાં અને અમાનવીય સ્થિતિમાં જીવવાની પીડા વર્ણવી.

1993માં અપહરણ અને રાજસ્થાનમાં કઠિન દિવસો

રાજુએ જણાવ્યું કે 8 સપ્ટેમ્બર, 1993ના રોજ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે તે પોતાની બહેન સાથે સ્કૂલેથી પરત ફરી રહ્યો હતો. તેને રાજસ્થાન લઈ જવાયો, જ્યાં તેને મજૂરી કરવા માટે બંધક બનાવવામાં આવ્યો હતો. દરરોજ સખત મહેનત કરાવવામાં આવતી અને તેને ખાવા માટે માત્ર એક રોટલી આપવામાં આવતી હતી. રાત્રે તેને બાંધી રાખવામાં આવતો અને આ રીતે તેને અમાનવીય પરિસ્થિતિઓમાં જીવવું પડતું. રાજુએ જણાવ્યું કે આ કપરા સમયમાં એક નાની દીકરીએ તેને હનુમાનજીની પૂજા કરવા અને ભાગી જવા પ્રોત્સાહિત કરી, જે વાત તેના માટે જીવન બદલાનારી સાબિત થઈ.

Advertisement

શીખ વેપારી દેવદૂત બની આવ્યો

એક દિવસ રાજુના જીવનમાં આશાનો કિરણ આવ્યું, જ્યારે એક શીખ વેપારી રાજસ્થાનમાં પશુ ખરીદવા આવ્યો હતો. વેપારીએ રાજુ સાથે વાત કરી અને પૂછ્યું કે હું ક્યાંનો છું, જ્યારે મેં તેને કહ્યું તો તેણે પરિસ્થિતિને સમજ્યા બાદ તેની મદદ કરવાનો નિશ્ચય કર્યો. તે રાજુને ચોરીછુપે પોતાની ટ્રકમાં બેસાડીને દિલ્હી લઇને આવ્યો, જ્યા તેના માથાના વાળ અને દાઢી કાપીને તેને સાફસુથરો બનાવ્યો. વ્યાપારીએ રાજુ પાસેથી મળી ગયેલી વિગતોના આધારે તેણે તેને દિલ્હીના રેલવે સ્ટેશન પર ઉતારી દીધો અને ગાઝિયાબાદ જતી ટ્રેનમાં બેસાડી દીધો અને નીચે ઉતરતા જ પોલીસ પાસે જવા કહ્યું. આ પછી, ગત શનિવાર, 23 નવેમ્બર, બપોરે રાજુ વાદળી શાહીથી લખેલા પત્ર સાથે ઘોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Advertisement

ઘોડા પોલીસ સ્ટેશન પર પહોંચ્યા બાદ વાતાવરણ બદલાયું

23 નવેમ્બરે રાજુ ઘોડા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો, જ્યાં તેણે પોતાની વાર્તા જણાવી. આ પછી ઘોડા પોલીસ સ્ટેશને રાજુની વાતને તાત્કાલિક માની અને તેની વિગતો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમ દ્વારા શેર કરી. આ પ્રયાસે મોજું લાવ્યું, જ્યારે રાજુની બહેનોએ તેને સોશિયલ મીડિયા પર ઓળખી લીધો. આ જાણકારીના આધારે રાજુનો પરિવાર તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી ગયો.

આખું વાતાવરણ ભાવુક બની ગયું

31 વર્ષ બાદ રાજુ પોતાના પરિવાર સાથે મળ્યો ત્યારે આખું વાતાવરણ ભાવુક બની ગયું. પરિવારની ખુશીનો પાર ન રહ્યો. રાજુએ જણાવ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતાના પરિવારને ફરી જોઈ શકશે. રાજુના પિતા તુલારામ, જે વીજળી વિભાગના નિવૃત્ત કર્મચારી છે. તેના પરિવારમાં 3 બહેનો છે. આ મામલામાં એસીપી સાહિબાબાદ રજનીશ ઉપાધ્યાયે જણાવ્યું કે, એક યુવક ભીમ સિંહ ખોડા પોલીસ સ્ટેશને પહોંચ્યો અને કહ્યું કે તેનું 30 વર્ષ પહેલા સાહિબાબાદથી અપહરણ કરવામાં આવ્યું હતું. 30 વર્ષ પહેલા આ અંગે સાહિબાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ બાદ શહીદનગરમાં રહેતા યુવકના પરિવારજનોથી તેમનો પરિચય કરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  Kolkata : હિન્દુઓ પર હુમલા થતાં બાંગ્લાદેશીઓની સારવાર નહીં કરવાનો હોસ્પિટલનો નિર્ણય

Tags :
Advertisement

.

×