Rain Alert : દેશના 12 રાજ્યોમાં બદલાશે Weather, ભારે વરસાદની ચેતવણી
Rain Alert : રવિવાર સુધી ગુજરાતથી ઓડિશા (Gujarat to Odisha) અને સમગ્ર મધ્ય ભારતમાં ભારે વરસાદ (Heavy Rain) ની સંભાવના છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન કેરળ અને તમિલનાડુ (Kerala and Tamilnadu) માં વરસાદ નહીં પડે. જ્યારે દિલ્હી-NCRમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે અહીં વાતાવરણ ખુશનુમા છે. શનિવાર અને રવિવારે હવામાન લોકોને ઘણી પરેશાન કરી શકે છે. હવામાન વિભાગે આજે શનિવારે દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદ (Heavy Rain) દિલ્હીમાં ભેજની અસરને નષ્ટ કરી નાખશે અને દિલ્હીવાસીઓને રાહત મળી શકે છે.
દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના
જોકે 20 જુલાઈ પછી દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ આજે વરસાદ પડી શકે છે. દિલ્હીમાં ભેજ અને ગરમીથી લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 21 થી 24 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ પછી દિલ્હીમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આગાહી અનુસાર, શનિવારે દિલ્હીમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. સવારના સમયે ઘણા વિસ્તારોમાં વરસાદ અથવા ભારે પવનની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ (IMD)એ એક રિપોર્ટ જારી કરીને કહ્યું છે કે હાલમાં વરસાદની અસર દક્ષિણ ભારતમાં વધુ જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ભારતમાં વરસાદની અસર વધુ નથી.
Recent satellite imagery indicates convective clouds with the possibility of
Light to moderate rainfall at many places (with occasionally intense spell) accompanied with isolated thunderstorm, lightening and gusty winds very likely over Saurashtra & Kutch (Devbhoomi, Dwarka (1/4) pic.twitter.com/WmrNymcCP3— India Meteorological Department (@Indiametdept) July 19, 2024
આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદ પડશે
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં કોંકણ અને ગોવા, ગુજરાત, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, તેલંગાણા અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. દેશના પશ્ચિમ, મધ્ય, પૂર્વ-ઉત્તર અને દક્ષિણ ભાગોમાં ચોમાસું ખૂબ સક્રિય છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મુંબઈમાં પણ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે શનિવારે ઉત્તરાખંડ અને હિમાચલના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કુમાઉ ડિવિઝનના ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેહરાદૂન, પૌરી, પિથોરાગઢ, બાગેશ્વર અને અલમોડા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દેહરાદૂનના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર રાજ્યના ત્રણ જિલ્લાઓ માટે આગામી ત્રણ દિવસ વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉધમ સિંહ નગરની સાથે ચંપાવત, નૈનીતાલમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તેમણે કહ્યું કે, 21 અને 22મીએ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી સપ્તાહે પણ વરસાદી માહોલ જારી રહેશે.
ઉત્તર પ્રદેશ, બિહારમાં કેવું રહેશે હવામાન?
ભારતના ઉત્તરમાં આવેલા યુપીમાં ચોમાસામાં વિરામની સ્થિતિ છે. જેના કારણે અનેક જગ્યાએ તાપમાનમાં વધારો થયો છે. કાનપુરમાં 40.8 ડિગ્રી અને પ્રયાગરાજમાં 39.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બિહારમાં અનેક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં 20 અને 21 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે. હરિયાણા અને ચંદીગઢમાં 21 અને 22 જુલાઈ વચ્ચે વરસાદ થઈ શકે છે. આ દિવસોમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ ચાલુ રહેશે.
આ પણ વાંચો: Heavy Rain in Kerala : વરસાદના કારણે 700થી વધુ લોકો પ્રભાવિત, શાળા-કોલેજોમાં રજા જાહેર