Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Weather Update in Gujarat: રાજ્યભરમાં અત્યારે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેના કારણે લોકો હેરાન પણ ખુબ જ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી (Weather Update) પણ કરવામાં આવેલી છે. આવી ભીષણ ગરમીમાં...
weather update in gujarat  રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત  6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Weather Update in Gujarat: રાજ્યભરમાં અત્યારે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેના કારણે લોકો હેરાન પણ ખુબ જ થઈ રહ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી (Weather Update) પણ કરવામાં આવેલી છે. આવી ભીષણ ગરમીમાં લોકોને ઘરની બહાર નીકળવું પણ ખુબ જ અઘરૂ બની ગયું છે. અત્યારે તો સવારનો તડકો પણ ભરબપોર જેવો લાગે છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં તો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, દર વર્ષે ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર વર્તાઈ રહીં છે.

Advertisement

એન્ટી સાયક્લોનિક સર્કુલેશનથી તાપમાનમાં વધારો

તમને જણાવી દઇએ કે, રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે એન્ટી સાયક્લોનિક સર્કુલેશનથી તાપમાનમાં વધારો થયો છે. આ સાથે અમદાવાદ સહિત  6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન પણ જોવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ આગામી 25 મે સુધી અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવેલી છે. જેથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ગરમી અને હીટવેવથી મોતની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો છેલ્લા 20 દિવસમાં ભીષણ ગરમીને લઈ 108ને 80 કોલ્સ મળ્યા છે.

Gujarat માં અંગ દઝાડતી ભીષણ ગરમીના આંકડા
હિંમતનગર
45.6 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગર
45.4 ડિગ્રી તાપમાન
અમદાવાદ
45.2 ડિગ્રી તાપમાન
વડોદરા45 ડિગ્રી તાપમાન
રાજકોટ45 ડિગ્રી તાપમાન
ગાંધીનગર45 ડિગ્રી તાપમાન
છોટા ઉદેપુર
44.1 ડિગ્રી તાપમાન
ભાવનગર44 ડિગ્રી તાપમાન
દાહોદ44 ડિગ્રી તાપમાન
ડીસા43 ડિગ્રી તાપમાન
ભુજ
42.6 ડિગ્રી તાપમાન
સુરત42 ડિગ્રી તાપમાન
નર્મદા42. ડિગ્રી તાપમાન
જામનગર36 ડિગ્રી તાપમાન

Advertisement

અમદાવાદમાં 4502 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું

આજે અમદાવાદ સહિત અનેક Gujarat ના જિલ્લામાં 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. નોંધનીય છે કે, આવી ભીષમ ગરમીમાં કામ કરવું ખુબ જ અઘરૂ છે. કારણે કે, હીટવેવથી અનેક લોકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે. આ સાથે સાથે ગરમીના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહીં છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા 20 દિવસમાં ગુજરાતમાં ગરમીને લઇને 108ને 80 કોલ્સ મળ્યા છે. જેની અત્યારની ગરમીનો અંદાજ લગાવી શકાય છે.

આ પણ વાંચો: Kutch : BJP સભ્યનાં પતિની ધરપકડ, રાજકીય વગ ધરાવતા 2 આગેવાનોનાં નામ પણ સામેલ!

આ પણ વાંચો: MADRASA SURVEY : દરિયાપુરના મદરેસામાં આચાર્ય પર હુમલા મામલે વધુ 4 ની ધરપકડ

આ પણ વાંચો: GUJARAT ATS : 4 પૈકી 2 આતંકી અગાઉ અનેક વખત ભારત આવ્યા, ફેબ્રુ.થી ચાલી રહી છે આતંકી ટ્રેનિંગ

Advertisement
Tags :
Advertisement

.