Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha:વિપક્ષને નાણામંત્રીનો સણસણતો જવાબ! કહ્યું- એવું નથી કે કોઈ રાજ્યનું નામ નથી લીધું તો..!

નિર્મલા સીતારમણે બજેટ ચર્ચાનો આપ્યો જવાબ વિપક્ષો દ્વારા ઉઠાવેલા સવાલના આપ્યા જવાબ લોકસભામાં બજેટને લઇને પ્રસ્તુત કરી વાત    Lok Sabha : નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)લોકસભા( Lok Sabha)માં આજે બજેટને લઇને વિપક્ષે કરેલા સવાલોનો જવાબ આપ્યો હતો. તેમણે સદનમાં...
lok sabha વિપક્ષને નાણામંત્રીનો સણસણતો જવાબ  કહ્યું  એવું નથી કે કોઈ રાજ્યનું નામ નથી લીધું તો
  • નિર્મલા સીતારમણે બજેટ ચર્ચાનો આપ્યો જવાબ
  • વિપક્ષો દ્વારા ઉઠાવેલા સવાલના આપ્યા જવાબ
  • લોકસભામાં બજેટને લઇને પ્રસ્તુત કરી વાત

Advertisement

 Lok Sabha : નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)લોકસભા( Lok Sabha)માં આજે બજેટને લઇને વિપક્ષે કરેલા સવાલોનો જવાબ આપ્યો હતો. તેમણે સદનમાં જવાબ રજૂ કરતી વખતે કહ્યું કે હું ગૃહના લોકોનો આભાર માનવા માંગુ છું. પીએમ મોદીની આગેવાની હેઠળની આ સરકારને ઐતિહાસિક રીતે સતત ત્રીજી કાર્યકાળ આપવા માટે. જે લોકોના વિશ્વાસ અને પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. આપણે સૌ સાથે મળીને 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું.

મને દુઃખ થાય છે જ્યારે ...

વિપક્ષનો આક્ષેપ હતો કે બિહાર અને આંધ્રપ્રદેશનું જ નામ લેવામાં આવ્યો. આ બંને રાજ્યોને જ નાણાની ફાળવણી કરવામાં આવી તેના આરોપમાં નિર્મલા સીતારમણે જવાબ આપતા કહ્યું કે જો બજેટ ભાષણમાં કોઈપણ રાજ્યનું નામ લેવામાં ન આવે તો તેનો અર્થ એ નથી કે તેમને પૈસા નહીં મળે. મને દુઃખ થાય છે જ્યારે તેઓ કહે છે કે જો બજેટ ભાષણમાં કોઇ રાજ્યનો ઉલ્લેખ નહીં કરવામાં આવે તો તમારા રાજ્યને કંઈ જ નહીં મળે.

Advertisement

J&Kને 17 હજાર કરોડ રૂપિયાની મદદ: નાણામંત્રી

જમ્મુ અને કાશ્મીરના બજેટ અંગે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રીય બજેટમાં 17,000 કરોડ રૂપિયાની પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડી છે. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ખર્ચ માટે 12,000 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ તે બોજ છે જે અમે અમારા ખભા પર ઉઠાવવા માંગીએ છીએ, જેથી જમ્મુ અને કાશ્મીરને વિકાસ પ્રવૃત્તિઓ પર નાણાં ખર્ચવા માટે વધુ સુગમતા મળે.

Advertisement

કૃષિ માટે બજેટ ફાળવણીમાં 5 ગણો વધારોઃ નાણામંત્રી

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે વર્ષ 2013-2014માં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે બજેટ ફાળવણી માત્ર 21,934 કરોડ રૂપિયા હતી. જ્યારે હવે 2024-2025માં તે વધીને 1.23 લાખ કરોડ રૂપિયા થઇ છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમાં 5 ગણો વધારો થયો છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 3.2 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

UPA સરકારમાં કેટલા રાજ્યોના નામ ન લેવાયા ? સીતારમણે ગણાવ્યા નામ

નાણામંત્રીએ કહ્યું કે બજેટને લઈને વિપક્ષ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે. જે મારા માટે ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું કે 2004-05ના બજેટમાં 17 રાજ્યોના નામ લેવામાં આવ્યા ન હતા. શું તે 17 રાજ્યોને પૈસા આપવામાં આવ્યા ન હતા ? 2005-06માં પણ 18 રાજ્યોના નામ લેવામાં આવ્યા ન હતા. નાણામંત્રીએ એવા રાજ્યોનો ઉલ્લેખ કરીને વિપક્ષનો ઘેરાવો કર્યો કે જેમના નામ દર વર્ષના બજેટમાં લેવામાં આવ્યા ન હતા. નિર્મલા સીતારમણે કહ્યું કે 2009-10ના બજેટમાં યુપી અને બિહાર સિવાય કોઈ રાજ્યનું નામ લેવામાં આવ્યું નથી. શું તે રાજ્યોમાં પૈસા ગયા નથી?

આ પણ  વાંચો  -Uttar Pradesh : 'Love jihad' પર હવે આજીવન કેદ, UP વિધાનસભાએ નવા કાયદાને આપી મંજૂરી...

આ પણ  વાંચો  -માર્કેટમાં આવી ફરી Suicide Game? ટાસ્ક પૂર્ણ કરવા 14માં માળેથી કૂદી બાળકે કર્યો આપઘાત

આ પણ  વાંચો  -CCI : બજેટ પર વિપક્ષને સણસણતો જવાબ આપતા પીએમ મોદી

Tags :
Advertisement

.