Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharat Jodo Nyay Yatra in UP: આખરે ઈન્ડિયા ગઠબંધનની બે મુખ્ય પાર્ટીઓના નેતા આવ્યા એક સાથે

Bharat Jodo Nyay Yatra in UP: હવે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને લઈને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારના બ્યુગલ પણ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી (Congress) ના મુખ્ય નેતા રાહુલ ગાંધી...
bharat jodo nyay yatra in up  આખરે ઈન્ડિયા ગઠબંધનની બે મુખ્ય પાર્ટીઓના નેતા આવ્યા એક સાથે

Bharat Jodo Nyay Yatra in UP: હવે, લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને લઈને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. તો વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારના બ્યુગલ પણ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી (Congress) ના મુખ્ય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા Bharat Jodo Nyay Yatra શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ Bharat Jodo Nyay Yatra માં વિવિધ નેતાઓ અને દેશના મહાનુભાવો જોડાઈ રહ્યા છે.

Advertisement

  • કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પ્રદેશ
  • યાત્રામાં જોડાવા સપા નેતા અખિલેશ યાદવ પહોંચ્યા
  • સપા પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોંગ્રેસના વખાણ કર્યા
  • આજે દેશમાં નફરતનું બજાર ખુલ્લી ગયું છે

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (SP Akhilesh Yadav) પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress Rahul Gandhi) ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં જોડાવા માટે ઉત્તર પ્રદેશના આગ્રા પહોંચ્યા છે. તે ઉપરાંત ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માં તમામ સપાના નેતાઓ પણ જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે આજરોજ આગ્રામાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ બંને નેતાઓ પદયાત્રા કરશે.

Advertisement

સપા પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોંગ્રેસના વખાણ કર્યા

સપા નેતા અખિલેશ યાદવ (SP Akhilesh Yadav) જણાવે છે કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશમાં પ્રેમની વાત કરે છે. ત્યારે આ શહેર સંપૂર્ણપણે પ્રેમનું શહેર છે. અમારી લડાઈ બંધારણ બચાવવા, ભાજપને હટાવવા અને દેશ બચાવવાની છે. અમારી લડાઈ ત્યારે જ સફળ થશે જ્યારે ઉત્તર પ્રદેશ (UP) માં ભાજપ (BJP) ને 80 સીટથી હરાવવામાં આવશે.

આજે દેશમાં નફરતનું બજાર ખુલ્લી ગયું છે

આ દરમિયાન કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે ભીડમાંથી એક છોકરો મારી પાસે આવ્યો અને કહ્યું કે હું જાણું છું કે તમે શું કરી રહ્યા છો. જ્યારે મેં પૂછ્યું કે હું શું કરું છું તો તેણે કહ્યું કે તમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલો છો. આજે દેશમાં નફરતનું બજાર ખુલ્લું છે. આ દેશમાં ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે, તેથી અમે અમારી યાત્રામાં અન્યાય શબ્દ પણ ઉમેર્યો. ત્યારે આ મુહિમમાં સપા નેતા પણ જોડાયા છે. આપણે બધા સાથે મળીને દેશના લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે લડી રહ્યા છીએ

Advertisement

આ પણ વાંચો: UP Factory Blast: યુપની કૌશામ્બીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયો વિશાનકારી બ્લાસ્ટ, CM Yogi આવ્યા એક્શનમાં

Tags :
Advertisement

.