Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક્ઝિટ પોલ મુજબ કોણ જીતે છે? સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલે આપી આ પ્રતિક્રિયા

INDIA Alliance Reaction on Exit Poll : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પૂર્ણ થઇ ગઇ છે. ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 4 જૂને મતગણતરી (Counting of Votes) બાદ પરિણામ (Result) જાહેર કરવામાં આવશે. પણ તે પહેલા તેના એક્ઝિટ...
એક્ઝિટ પોલ મુજબ કોણ જીતે છે  સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલે આપી આ પ્રતિક્રિયા

INDIA Alliance Reaction on Exit Poll : લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) પૂર્ણ થઇ ગઇ છે. ચૂંટણી પંચ (Election Commission) દ્વારા 4 જૂને મતગણતરી (Counting of Votes) બાદ પરિણામ (Result) જાહેર કરવામાં આવશે. પણ તે પહેલા તેના એક્ઝિટ પોલ (Exit Poll) સામે આવી રહ્યા છે. જેમા NDA એકવાર ફરી જીતી રહ્યું છે. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન કહી રહ્યું છે કે તેમને બહુમતી (Majority) મળશે. હવે એક્ઝિટ પોલ (Exit Poll) ને લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

Advertisement

સોનિયા ગાંધીની એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવ્યા જેમા NDA ને જીત મળી રહી છે. તો બીજી તરફ INDIA ગઠબંધન પોતાની જીતનો દાવો કરે છે. આ વચ્ચે જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ચૂંટણીના પરિણામો પહેલા આવેલા ઓગસ્ટના મતદાન પર પ્રશ્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે 4 જૂને આવનારા પરિણામોની રાહ જોવાનું કહ્યું હતું. સોનિયાએ કહ્યું માત્ર રાહ જુઓ અને દેખો. જણાવી દઈએ કે સોનિયા ગાંધી કરુણાનિધિને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીમાં DMK ઓફિસ પહોંચ્યા હતા. અહીં જ જ્યારે તેમને એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી આપવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પોતાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીએ કહ્યું કે અમને પૂરી આશા છે કે ચૂંટણીના પરિણામો એક્ઝિટ પોલ જે કહી રહ્યા છે તેનાથી તદ્દન વિરુદ્ધ હશે.

Advertisement

રાહુલે એક્ઝિટ પોલને ફેન્ટેસી પોલ કહ્યું

આ પહેલા રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલના સવાલનો જવાબ પણ આપ્યો હતો, જેની ચર્ચા થઈ રહી છે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક્ઝિટ પોલ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'આ એક્ઝિટ પોલ નથી. આ તેમનો ફેન્ટેસી પોલ છે. જ્યારે તેમને INDIA એલાયન્સની સીટોની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'શું તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત 295 સાંભળ્યું છે? 295.'

એક્ઝિટ પોલ ખોટા સાહિત થશે

જણાવી દઇએ કે, દિલ્હીમાં 2019 અને 2014માં ભાજપે તમામ 7 બેઠકો જીતી હતી. પહેલીવાર આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ (BJP) ને ટક્કર આપવા માટે કોંગ્રેસ (Congress) સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો હતી. કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ત્યારબાદ 21 દિવસના જામીન મળ્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો છે. INDIA એલાયન્સને આશા છે કે આ વખતે દિલ્હીમાં મતોની વહેંચણીમાં ઘટાડો થયો છે. 2 જૂનના રોજ આત્મસમર્પણ કરતા પહેલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને પરિણામ તેમની તરફેણમાં આવશે.

Advertisement

વિરોધ પક્ષોને કેટલી બેઠકો મળશે?

CNX દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલના અનુમાન મુજબ, લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં, વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકને 109 થી 139 બેઠકો મળી શકે છે, જ્યારે અપક્ષ અને અન્યને 28 થી 38 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો NDA ને 46 ટકા વોટ મળી શકે છે અને INDIA ને 40 ટકા વોટ મળી શકે છે. પાર્ટી મુજબ ભાજપને 41 ટકા, કોંગ્રેસને 21 ટકા અને અન્યને 38 ટકા વોટ મળી શકે છે.

આ પણ વાંચો - Exit Polls : તમામ એક્ઝિટ પોલ વાંચી લો એક ક્લિક પર ..!

આ પણ વાંચો - Congress leader Jairam Ramesh: કેન્દ્રીય ગૃહમંત્રી પર આરોપ લગાવવાને લઈ ચૂંટણી પચે કોંગ્રેસ મહાસચિવને ફટકારી નોટીસ

Tags :
Advertisement

.