ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mayawati અને Akhilesh વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ, જાણો કોણે શું કહ્યું

UP ના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી (Mayawati) અને સપા નેતા અખિલેશ યાદવ (Akhilesh Yadav) વચ્ચે તાજેતરમાં શાંબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે.  જણાવી દઇએ કે, આ વર્ષે Lok sabha Election છે, જે પહેલા ભાજપને પછાડવા INDIA ગઠબંધન પૂરા પ્રયત્નો કરી રહી છે....
06:52 PM Jan 07, 2024 IST | Hardik Shah

UP ના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી (Mayawati) અને સપા નેતા અખિલેશ યાદવ (Akhilesh Yadav) વચ્ચે તાજેતરમાં શાંબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે.  જણાવી દઇએ કે, આ વર્ષે Lok sabha Election છે, જે પહેલા ભાજપને પછાડવા INDIA ગઠબંધન પૂરા પ્રયત્નો કરી રહી છે. જોકે, અલગ-અલગ પાર્ટીઓ ભેગી થવાના ગમે તેટલા વાયદાઓ કરી લે પણ પોતાની મહત્વાકાક્ષાઓ તેમને એકબીજાથી અલગ જ પાડી રહી છે. તાજેતરમાં બસપા સુપ્રીમો માયાવતી (Mayawati) અને સપાના અખિલેશ યાદવ (Akhilesh Yadav) પર આકરા પ્રહારો કર્યા છે જે આનું તાજું ઉદાહરણ છે.

BSP સુપ્રીમો Mayawati ના અખિલેશ યાદવ પર આકરા પ્રહાર

ઉત્તર પ્રદેશની બે પાર્ટીઓ સપા અને બસપા (SP and BSP) ના નેતા હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. અખિલેશ યાદવના વાંધો હોવા છતાં બસપા (BSP) ના વડા માયાવતી (Mayawati) INDIA ગઠબંધનમાં જોડાઈ શકે છે. તાજેતરમાં બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ સમાજવાદી પાર્ટી (SP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવે બીજાની મજાક ઉડાવતા પહેલા પોતાની અંદર જોવું જોઈએ. આ ઉપરાંત પોતાના નિવેદનમાં માયાવતીએ તેમના પિતા મુલાયમ સિંહ યાદવના આશીર્વાદનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે સંસદમાં મોદીને ફરીથી PM બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

મુલાયમ સિંહ યાદવ પર Mayawati નો કટાક્ષ

આ સિવાય અખિલેશ યાદવ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, તેમની અને તેમની સરકારની દલિત વિરોધી આદતો, નીતિઓ અને કાર્યશૈલી વગેરેથી મજબૂર બનેલા સપાના વડા બસપા પર કટાક્ષ કરતા પહેલા, તેમણે ચોક્કસપણે પોતાની અંદર જોવું જોઈએ. માયાવતી (Mayawati) એ પોતાની બીજી ટ્વીટમાં લખ્યું કે, "તત્કાલીન સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ દ્વારા સંસદીય ચૂંટણી જીત્યા પહેલા અને પછી ભાજપ (BJP) ને આપેલા આશીર્વાદ કોણ ભૂલી શકે છે. અને પછી ભાજપની સરકાર બની ત્યારે જનતા સપાના નેતૃત્વ સાથે તેમના નેતૃત્વની બેઠકને કેવી રીતે ભૂલી શકે. આવી સ્થિતિમાં સપા સાંપ્રદાયિક શક્તિઓ સામે લડે તો તે યોગ્ય રહેશે."

અખિલેશ યાદવે માયાવતી પર કટાક્ષ કર્યો

તમને જણાવી દઈએ કે INDIA ગઠબંધનની ચોથી બેઠકમાં અખિલેશ યાદવે માયાવતીની જોડાવવાની વાતો પર વાંધો ઉઠાવ્યો હતો. આના પર માયાવતીએ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે કોઈને ખબર નથી કે કોણ ક્યાં અને ક્યારે ઉપયોગી થશે. સપા પ્રમુખે શનિવારે બલિયામાં બસપા સુપ્રીમો પર નિશાન સાધ્યું હતું. બસપાના સામેલ થવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પછીની કોણ ખાતરી આપશે.

આ પણ વાંચો - Maldives : પીએમ મોદી પર વાંધાજનક નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને કર્યા બરતરફ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Akhilesh YadavLok Sabha ElectionsLokSabha ElectionsMayawatiMayawati statement on Akhilesh YadavUPUttar Pradesh
Next Article