Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Aravalli : સાબરકાંઠા બેઠક BJP માટે બની માથાનો દુ:ખાવો

Aravalli : સાબરકાંઠા જિલ્લામાં ભાજપ માટે કપરો સમય ચાલી રહ્યો છે. અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોર બદલાયા બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા પણ ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં Aravalli જિલ્લા કમલમમાં પહોંચ્યા હતા...
12:46 PM Mar 28, 2024 IST | Vipul Pandya
SABARKANTHA BJP

Aravalli : સાબરકાંઠા જિલ્લામાં ભાજપ માટે કપરો સમય ચાલી રહ્યો છે. અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોર બદલાયા બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા પણ ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં Aravalli જિલ્લા કમલમમાં પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે ફરી એક વાર ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં Aravalli જિલ્લા કમલમમાં પહોંચતા જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરવા પડ્યા હતા.

સમર્થકોએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માગ કરી

અરવલ્લી જિલ્લામાં ભીખાજી ઠાકોરના સમર્થકો ફરી મેદાનમાં આવતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભીખાજી ઠાકોરના સ્થાને શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવતાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભીખાજી ઠાકોરના સમર્થકો શુક્રવારે ફરી એક વાર કમલમ કાર્યાલય પહોચ્યા હતા. સમર્થકોએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માગ કરી હતી.

કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને ઉગ્ર વિરોધ કર્યો

આ કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરીને ઉગ્ર વિરોધ કર્યો હતો જેના પગલે અરવલ્લી ભાજપ જિલ્લા કાર્યાલયના દરવાજા પણ બંધ કરવા પડ્યા હતા. પોલીસ દ્વારા દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો.

વિરોધ વખતે ઉમેદવાર શોભના બારૈયા પણ હાજર

સમર્થકો જ્યારે મોડાસામાં જિલ્લા કમલમ ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં ચૂંટણીલક્ષી બેઠક ચાલી રહી હતી અને સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભના બારૈયા પણ હાજર હતા. તેમની સાથે અરવલ્લી જિલ્લા સંગઠનના હોદ્દેદારો પણ કાર્યાલયમાં હાજર હતા.

ઉમેદવાર કાર્યાલયના પાછળના દરવાજાએથી ભાગ્યા

જો કે ભીખાજી ઠાકોરના સમર્થકોનો ઉગ્ર વિરોધ જોતા નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાની સ્થિતિ કફોડી બની હતી અને તેઓ કાર્યાલયના પાછળના દરવાજાએથી ભાગ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા હજું પણ સમર્થકોને સમજાવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો---- GUJARAT ELECTION: મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે ફેંક્યો ખુલ્લો પડકાર,કહી આ મોટી વાત

આ પણ વાંચો---- Gujarat માં ‘ટનાટન’ રાજનીતિ પહોંચી પરાકાષ્ઠાએ

આ પણ વાંચો---- Gujarat માં શરુ થઇ ‘ટના’ ટન રાજનીતિ

 

Tags :
AravalliBHIKHAJI THAKORBJP CandidateGujaratGujarat BJPGujarat Firstloksabha election 2024Protestsabajkantha loksabha seat
Next Article