ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહ રાજ્ય મંત્રી HARSH SANGHVI એ GUJARAT FIRST સાથે કરી EXCLUSIVE વાતચીત, વાંચો અહેવાલ

HARSH SANGHVI : લોકસભાણી ચૂંટણી નજીક આવતા હવે ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં રેલીના માધ્યમો દ્વારા શક્તિપ્રદર્શન કરીને નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત ભાજપના...
01:05 PM Apr 18, 2024 IST | Harsh Bhatt

HARSH SANGHVI : લોકસભાણી ચૂંટણી નજીક આવતા હવે ગુજરાતમાં ચૂંટણીને લઈને ધમધમાટ અને વાતો વિવાદો શરૂ થઈ ગયા છે. દરેક પક્ષોના ઉમેદવારો અત્યારના દિવસોમાં રેલીના માધ્યમો દ્વારા શક્તિપ્રદર્શન કરીને નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આજરોજ ગુજરાત ભાજપના પીઢ નેતા અને ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર ( C R PATIL  ) પાટીલ નવસારી લોકસભા બેઠક ખાતેથી પોતાની ઉમેદવારો નોંધાવવા જંગી રેલી કરી નીકળ્યા છે.

ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવે ત્યારે તેના પહેલા સી. આર પાટીલની ( C R PATIL  ) ભવ્ય સંકલ્પ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સી. આર પાટીલની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ( HARSH SANGHVI  ) પણ હાજર રહ્યા છે. ત્યારે આ રેલી દરમિયાન

" ફીર એક બાદ મોદી સરકાર, અબકી બાર 400 પાર " - રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

રાજ્ય ગૃહમંત્રી HARSH SANGHVI એ આ રેલીમાં ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાત કરતાં કહ્યું જણાવ્યું હતું કે, લોકસભા 2024 ની ચૂંટણીમાં કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી લોકસભાની પ્રત્યેક બેઠક ઉપર શહેરોની ગલીઓમાં, દેશભારના ગામડાઓમાં ચારેય તરફ ફીર એક બાદ મોદી સરકાર, અબકી બાર 400 પારના નારા ગૂંજી રહ્યા છે. દેશના પ્રત્યેક વર્ગના લોકોએ, દરેક સમાજે, મહિલા વર્ગે સંકલ્પ લીધો છે કે દરેક બેઠક ઉપર એક નવો ઇતિહાસ લખવાનો છે. આ નારો, આ સંકલ્પ ભારત દેશના દરેક નાગરીકનો છે, અને એ સંકપલ્પને આગળ વધારવા માટે દેશબહારના સૌ લોકો લાગી ચૂક્યા છે ત્યારે આજે અહીયા તમે આ જંગી નજારો જોઈ શકો છો.

" એક નવો ઇતિહાસ લખવા માટે ગુજરાત આગળ વધી રહ્યું છે " -રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

HARSH SANGHVI

વધુમાં તેમણે ભાજપના જીતનો વિશ્વાસ પ્રકટ કરતાં કહ્યું હતું કે, કુલ 22 લોકપ્રિય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આ લોકસભા ચૂંટણીના ફોર્મ ભરી દીધા છે. હવે આજે દેશભરના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના નારા ગૂંજાવી રહ્યા હોય ત્યારે ગાંધીનગર લોકસભામાંના ઉમેદવાર અમારા નેતા કેન્દ્રીય ગૃહમંત્રી અને અમારા ગાંધીનગરના ઉમેદવાર અને હાલના સાંસદ અમિતભાઈ શાહએ જંગી રેલી યોજી જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી છે અને તેમણે આશીર્વાદ આપ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે એક નવો ઇતિહાસ લખવા માટે ગુજરાત આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો : Amit Shah: સાણંદમાં રોડ શો દરમિયાન અમિત શાહનો પ્રચંડ પ્રચાર, જનમેદનીને કર્યું સંબોધન

Tags :
Amit ShahBJPC.R.PatilCM Bhupendra PatelExclusivegujartgujart firstHarsh SanghviHome Ministerloksabha 2024LOKSABHA 2024 ELECTIONNavsariNominationRallySanand
Next Article