Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

LOKSABHA 2024 : ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે

LOKSABHA 2024 : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીનું એલાન થઇ ગયું છે. આ વખતે ચૂંટણી પંચ (ELECTION COMMISSION OF INDIA ) દ્વારા અનેક મહત્વના સુધારા કર્યા છે. લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત કરતા સમયે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર...
loksabha 2024   ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારે ત્રણ વખત જાહેરાત આપવી પડશે

LOKSABHA 2024 : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીનું એલાન થઇ ગયું છે. આ વખતે ચૂંટણી પંચ (ELECTION COMMISSION OF INDIA ) દ્વારા અનેક મહત્વના સુધારા કર્યા છે. લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત કરતા સમયે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર જણાવે છે કે, જે ઉમેદવાર ગુનાહિત રેકોર્ડ ધરાવે છે તેણે ત્રણ વખત અખબારમાં જાહેરાત આપવી પડશે. આ સાથે જ રાજકીય પાર્ટીઓએ પણ અખબારમાંં છપાવવું પડશે કે, તેમના કેટલા ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.

Advertisement

દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી અધિકારી જણાવે છે કે, દેશભરમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. જેનું પહેલું ચરણ 19 એપ્રીલથી શરૂ થશે. 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. બીજા ચરણમાં 26 એપ્રીલ, ત્રીજા ચરણમાં 7 મે, ચોથા ચરણમાં 13 મે, પાંચમાં ચરણમાં 20 મે, છઠ્ઠા ચરણમાં 25 મે, અને અંતિમ ચરણમાં 1 જુને મતદાન કરવામાં આવનાર છેય

સાતમાં ચરણમાં 57 - 57 સીટો માટે મતદાન યોજાનાર છે

તેમણે ઉમેર્યું કે, પહેલા ચરણમાં 102 સીટ, દ્વિતીય ચરણમાં 89, ત્રીજા ચરણમાં 94, ચોથા ચરણમાં 96, પાંચમાં ચરણમાં 49, છઠ્ઠા અને સાતમાં ચરણમાં 57 - 57 સીટો માટે મતદાન યોજાનાર છે.

Advertisement

દેશભરમાં 10.5 લાખ મતદાન મથક હશે

ચૂંટણીની તૈયારીઓને લઇને તેઓ જણાવે છે કે, અમારી ટીમ દ્વારા વિતેલા બે વર્ષથી તૈયારીઓ કરવામાં આવે છે. અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ વખતે 97 કરોડ મતદાતા મતદાન કરનાર છે. તેમણે કહ્યું કે, દેશભરમાં 10.5 લાખ મતદાન મથક હશે. જેમાં 55 લાખ ઇવીએમ મશીનનો ઉપયોગ થશે.

સરકારી વાહન જમા કરાવવાનું રહેશે

અત્રે નોંધનીય છે કે, આજે લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. જે અંતર્ગત સરકારે ચુસ્ત નિયમોનું પાલન કરવાનું રહેશે. ચૂંટાયેલા હોદ્દેદારોને આપવામાં આવેલું સરકારી વાહન જમા કરાવવાનું રહેશે. તે વાહનનો ઉપયોગ હવે સ્થાનિક જિલ્લા ચૂંટણી તંત્ર ચૂૂંટણીમાં કરશે. જ્યાં સુધી ચૂંટણીનું પરિણાન ન આવી જાય ત્યાં સુધી આદર્શ આચાર સંહિતા અમલમાં રહેશે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : આચાર સંહિતા લાગુ થતા હોદ્દેદારોના સરકારી વાહન જમા, જાણો હવે ક્યાં ઉપયોગ થશે

Tags :
Advertisement

.