Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BAPU : આખરે શંકરસિંહની એન્ટ્રી, જાણો મામલો..

BAPU : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ગોંડલમાં યોજાયેલી સભામાં પરશોત્તમ રુપાલાએ બે હાથ જોડી માફી માગી હતી અને સભામાં હાજર ક્ષત્રિય અગ્રણીઓએ તેમને...
08:38 PM Apr 01, 2024 IST | Vipul Pandya
shankarsinh vaghela

BAPU : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) ના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ગોંડલમાં યોજાયેલી સભામાં પરશોત્તમ રુપાલાએ બે હાથ જોડી માફી માગી હતી અને સભામાં હાજર ક્ષત્રિય અગ્રણીઓએ તેમને માફ પણ કર્યા હતા છતાં રાજ્યભરમાં હજું પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ (BAPU ) આવતીકાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરશે.

જો કે તેઓ ક્યા ચોક્કસ મુદ્દા પર પત્રકાર પરિષદ કરવા જઇ રહ્યા છે તેનો ખુલાસો કરાયો નથી

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આમ પણ શંકરસિંહ વાઘેલાએ કોઇ નિવેદન કર્યું નથી પણ આવતીકાલે મંગળવારે સવારે 11-30 વાગે તેઓ ગાંધીનગર વસંત વિહાર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવા અહેવાલ આવી રહ્યા છે. જો કે તેઓ ક્યા ચોક્કસ મુદ્દા પર પત્રકાર પરિષદ કરવા જઇ રહ્યા છે તેનો ખુલાસો કરાયો નથી

શંકરસિંહ વાઘેલાની આ પ્રેસ કોન્ફરન્સ મહત્વની

જો કે મનાઇ રહ્યું છે કે રાજ્યમાં ક્ષત્રિય સમાજ પ્રત્યેના નિવેદન બાદ જે રીતે રાજકારણ ગરમાયું છે અને ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવા અંગે ક્ષત્રિય સમાજ માગ કરી રહ્યો છે તે જોતાં શંકરસિંહ વાઘેલાની આ પ્રેસ કોન્ફરન્સ મહત્વની મનાઇ રહી છે.

સંભવત : તેઓ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી શકે

શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય સમાજના વિવાદ પર પોતાનું નિવેદન આપશે કે પછી અન્ય કોઇ મુદ્દા પર પત્રકારોને નિવેદન આપશે તે કહેવું અત્યારે વહેલું છે પણ જાણકારો માની રહ્યા છે કે સંભવત : તેઓ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી શકે છે.

રાજ્યમાં ક્ષત્રિય સમાજનો રોષ વધી રહ્યો છે

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં ક્ષત્રિય સમાજનો રોષ વધી રહ્યો છે. ક્ષત્રિયાણીઓએ તો રાજકોટમાં 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી ફોર્મ ભરશે તેમ જણાવ્યું છે તો બીજી તરફ વિવિધ સ્થળો પર આવેદનપત્રો અપાઇ રહ્યા છે. સાથે સાથે પુરશોત્તમ રુપાલાના સમર્થનમાં પણ એક વીડિયો વાયરલ થયો છે

શું ખરેખર પરશોત્તમ રૂપાલાનો વિરોધ છે?” તેવા સવાલ સાથે વીડિયો વાયરલ થયો

પુરશોત્તમ રુપાલાના સમર્થનમાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં જણાવાયું છે કે ક્ષત્રિય સમાજ પુરશોત્તમ રુપાલાની સાથે છે . શું ખરેખર પરશોત્તમ રૂપાલાનો વિરોધ છે?” તેવા સવાલ સાથે વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સવાલ કરાયો છે કે લેભાગુઓના પ્યાદા બની સમાજને ગેરમાર્ગે દોરે છે. ક્ષત્રિય હોવા છતાં કોઈનું મહોરું બની ગયા છે તેવો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે અને ક્ષત્રિય સમાજ સમજદાર છે અને રૂપાલાની સાથે જ છે તેવો પણ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો---- Social Media : પરશોત્તમ રુપાલાના સમર્થનમાં વીડિયો વાયરલ

આ પણ વાંચો---- Rajkot Lok Sabha : પરશોત્તમ રુપાલા જ ભાજપના ઉમેદવાર..ભાજપની મહોર

Tags :
controversyGujaratGujarat FirstKshatriya societyParshottam RupalaRajkot Lok Sabha seatRajkot Lok Sabha seat 2024shankar sinh vaghela
Next Article