Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Results 2024 : નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ આ નેતાઓના ધડાધડ રાજીનામા

Results 2024  : દેશના રાજકારણમાં ખળભળાટ મચી જાય તેવા સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો (Result) માં ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે અને તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
results 2024   નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ આ નેતાઓના ધડાધડ રાજીનામા

Results 2024  : દેશના રાજકારણમાં ખળભળાટ મચી જાય તેવા સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો (Result) માં ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે અને તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને પોતાનું રાજીનામુ આપી દીધું છે. તેમની સાથે તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે.

Advertisement

લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ખરાબ હાલત

4 જૂને આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની ખરાબ હાલત થઇ છે અને પક્ષ બહુમતિ મેળવી શક્યો નથી. ભાજપ 240 બેઠક પર જ સમેટાઇ ગયો છે. હવે નરેન્દ્ર મોદીને ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડશે. હાલ નવી સરકાર રચવાની તડજોડ ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 જૂને વડાપ્રધાન તરીકે શપથ લે તેવી શક્યતા છે.

16મી લોકસભાનું વિસર્જન કરવાની ભલામણ

બુધવારે સવારે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી હતી જેમાં 16મી લોકસભાનું વિસર્જન કરવાની ભલામણ કરાઇ હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને પોતાનું રાજીનામુ સોંપી દીધું હતું. આ સાથે તેઓ હવે રખેવાળ વડાપ્રધાન તરીકે હવે કાર્ય કરશે.

Advertisement

મંત્રી કિરોડીલાલ શર્માએ પોતે રાજીનામું આપી દેશે તેવો સંકેત આપ્યો

બીજી તરફ વડાપ્રધાનના આ રાજીનામા બાદ મંત્રીમંડળ પણ વિખેરાઇ ગયું છે. હવે આ સરકાર રખેવાળ સરકાર તરીકે કાર્ય કરશે. બીજી તરફ લોકસભાના પરિણામોમાં જે રાજ્યોમાં ખરાબ હાલત થઇ છે ત્યાં ભાજના નેતાઓમાં રાજીનામાની દોડ લાગી છે. રાજસ્થાનમાં કરારી હાર બાદ મંત્રી કિરોડીલાલ શર્માએ પોતે રાજીનામું આપી દેશે તેવો સંકેત આપ્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાર્ટીના થયેલા રકાસની જવાબદારી સ્વીકારી

લોકસભા ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા માટે બુધવારે બીજેપીના મહારાષ્ટ્ર યુનિટની બેઠક મળી હતી. પાર્ટીએ આ વખતે સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં 9 લોકસભા બેઠકો જીતી છે, જે 2019ની સંસદીય ચૂંટણી કરતાં 14 ઓછી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે બેઠકમાં ભાગ લઈ રહેલા નેતાઓમાં સામેલ હતીા. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાર્ટીના થયેલા રકાસની જવાબદારી સ્વીકારી છે અને તેમણે પક્ષના હાઇકમાન્ડ સમક્ષ પોતાના રાજીનામાની ઓફર કરી છે.

Advertisement

આ પણ વાંચો---- Maharashtra : દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકારણમાં ખળભળાટ

આ પણ વાંચો---- નરેન્દ્ર મોદીએ PM પદ પરથી આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.