Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha થી PM મોદી - પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો

PM Modi in Sabarkantha : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં (7 મે 2024) ગુજરાતની જનતા મતદાન (Voting) કરવાની છે. ત્યારે રાજ્યના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવ્યા છે. તેઓ રાજ્યની જનતાને ભાજપને મતદાન...
sabarkantha થી pm મોદી   પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો

PM Modi in Sabarkantha : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં (7 મે 2024) ગુજરાતની જનતા મતદાન (Voting) કરવાની છે. ત્યારે રાજ્યના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવ્યા છે. તેઓ રાજ્યની જનતાને ભાજપને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ગુજરાત કે જેને ભાજપનું ગઢ માનવામા આવે છે ત્યારે PM મોદીને જનતા તરફથી સારો પ્રતિસાદ મળતો હોય તેવા દ્રશ્યો આજે બનાસકાંઠાની ભૂમિ પરથી જોવા મળ્યા હતા. અહીં તેમણે જાહેર જનતાને સંબોધી હતી અને હવે તેઓ હિંમતનગર પહોંચ્યા છે. જ્યા તેઓ વિજય વિશ્વાસ સભાને સંબોધી રહ્યા છે. દરમિયાન તેમણે શું કહ્યું આવો જાણીએ આ આર્ટિકલમાં...

Advertisement

PM મોદીએ વિજય વિશ્વાસ સભાને સંબોધી

7 મે 2024 ના રોજ લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો જેમા ગુજરાતની જનતા મતદાન કરવાની છે. ત્યારે હવે ગુજરાતમાં વડાપ્રધાન મોદી પોતેએ નેતૃત્વ સંભાળ્યું છે. તેમણે આજે ડીસા, બનાસકાંઠામાં રેલીને સંબોધી હતી તે પછી તેઓ સાબરકાંઠામાં વિજય વિશ્વાસ સભાને સંબોધી હતી. દરમિયાન સાબરકાંઠા લોકસભા સીટના ભાજપના ધારાસભ્યો અને હોદેદારો હાજર રહ્યા હતા. જ્યા વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, પેઢીઓ બદલાઈ ગઇ, સદીઓ બગલાઈ ગઇ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો છે. આ પ્રેમના કારણે જ મને સાબરકાંઠા પર ભારે ભરોસો પણ છે. તેમણે આગળ કહ્યું કે, હું સેવક છું તમારો તમારો સદાય સાથી છું, હું અનેકોને નામ થી બોલાવી શકું એમ છું. 

Advertisement

દેશની સેવા કરવામાં દિવસ રાત ખપાવી : PM મોદી

તેમણે આગળ કહ્યું કે, હું આ વખતે તમારી પાસે કઇંક માંગવા માટે આવ્યો છું. આ વખતે મને તમારા આશીર્વાદ જોઇએ છે. જેના કારણે 140 કરોડ દેશવાસીઓ જે સપના જુએ છે તે હું પુરા કરી શકું. PM મોદીએ કહ્યું કે, સંસદમાં મને ગુજરાતના બધા જ સાથીઓની જરૂર છે. આ દેશ ચલાવવા માટે મારે સાબરકાંઠા અને મહેસાણા જોઇએ છે. તેમણે અહીંની જનતા પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રત્યેક પોલીગ બુથ પર ભાજપને વિજય બનાવશો તેવો મને પૂરો વિશ્વાસ છે. 2014 માં જ્યારે તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે ત્યા તમે મને પડકારોનો સામનો કરવા મોકલ્યો હતો. આજે દેશની સેવા કરવામાં દિવસ રાત ખપાવી રહ્યો છું. તેમણે ગુજરાતની માટીમાં તાકાત હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધી પર PM મોદીએ કર્યો કટાક્ષ

વડાપ્રધાને સાબરકાંઠામાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમાર (Rahul Gandhi) કહી રહ્યા છે કે મોદી ત્રીજી વખત આવશે તો દેશમાં આગ લાગી જશે. કોંગ્રેસના સપનાઓ રાખ થઈ ગયા છે. દેશની જનતા કોંગ્રેસના દરેક ઈરાદાને જાણી ચૂકી છે, તેથી નિરાશાના ખાડામાં ખાબકેલી કોંગ્રેસ આજે પોતાના પક્ષને પણ સંભાળી શકતી નથી. ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે. INDI ગઠબંધન પ્રથમ તબક્કામાં હાર્યું છે અને બીજા તબક્કામાં તૂટી ગયું છે.

Advertisement

વધુ માહિતી માટે જુઓ Video

આ પણ વાંચો - PM MODI આજે રાત્રે ગાંધીનગરમાં લેશે ક્લાસ…!

આ પણ વાંચો - PM Modi At Banaskantha: વડાપ્રધાન Narendra Modi નો Banaskantha માં પ્રચંડ પ્રચાર

Tags :
Advertisement

.