Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Padminiba Vala : રુપાલાની ટિકિટ રદ થવી એ જ એમની સજા

Padminiba Vala :રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) ના વિવાદીત બનાવ બાદ ગઇ કાલે ગોંડલમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રુપાલાએ બે હાથ જોડીને માફી માગી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને માફ પણ કર્યા છતાં હજું પણ ક્ષત્રિય...
padminiba vala   રુપાલાની ટિકિટ રદ થવી એ જ એમની સજા

Padminiba Vala :રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) ના વિવાદીત બનાવ બાદ ગઇ કાલે ગોંડલમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં રુપાલાએ બે હાથ જોડીને માફી માગી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમને માફ પણ કર્યા છતાં હજું પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલની બેઠક બાદ પદ્મિનીબા વાળા (Padminiba Vala) એ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માફી કરતા ટિકિટ રદ થાય એ અમારા માટે મહત્વની છે. તેઓ આ પ્રકારના બફાટ ના કરે તે માટે બફાટને રોકવા માટે ટિકિટ રદ્ થવી ખુબ જરુરી છે.

Advertisement

સમાજના એક વર્ગમાં હજું પણ રુપાલા સામે રોષ

પરશોત્તમ રુપાલાના વિવાદીત નિવેદન હવે દિનપ્રતિદિન તૂલ પકડી રહ્યું છે. આ મુદ્દે ગોંડલની સભામાં રુપાલાએ માફી માગ્યા બાદ ત્યાં હાજર આગેવાનોએ તેમને માફી પણ આપી હતી પણ આ મુદ્દે ક્ષત્રિય સમાજમાં જાણે કે બે ભાગલા પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સમાજના એક વર્ગમાં હજું પણ રુપાલા સામે રોષ અને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રુપાલા સામે વિરોધ પ્રદર્શન હજું પણ થઇ રહ્યા છે.

Advertisement

રૂપાલા પાંચ નહિ પણ 500 વખત માફી માંગશે તો પણ અમને મંજૂર નહિ

ગોંડલની બેઠક બાદ ક્ષત્રિય સમાજના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે રાજપૂત નહિ પણ કોઈ પણ સમાજ વિશે આવું નિવેદન ના આપવું જોઈએ.આ નિવેદનના કારણે રૂપાલા સામે અનેક જગ્યાઓ ઉપર માનહાનિના કેસ થયા છે. રૂપાલા પાંચ નહિ પણ 500 વખત માફી માંગશે તો પણ અમને મંજૂર નહિ. તેમણે કહ્યું કે ગોંડલની બેઠકમાં રાજકીય પક્ષના લોકો જ હતા.

રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે

પદ્મિનીબા વાળાએ નિવેદનમાં કહ્યું કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે. અમે સમાજને લઈને ચાલી રહ્યાં છે અને ટિકિટ રદ થાય તે એમની સજા છે. માફી કરતા ટિકિટ રદ થાય એ અમારા માટે મહત્વની છે. બફાટને રોકવા માટે ટિકિટ રદ્ થવી ખુબ જરુરી તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત

પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જેમાં રૂપાલાના નિવેદનને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાશે અને રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાશે તેમ નક્કી કરાયું હતું.

આ પણ વાંચો---- Parshottam Rupala : પરષોત્તમ રૂપાલાનો વિરોધ હજી પણ યથાવત્, માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડાયક મૂડમાં

આ પણ વાંચો---- Gondal Sabha : ગોંડલમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાને આપી માફી

Tags :
Advertisement

.