Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajnath Singh : પાકિસ્તાનની ઔકાત નથી કે....

Rajnath Singh : રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) કોંગ્રેસના પાકિસ્તાન સાથેના સંબંધોનો આરોપ લગાવી ભારે નારાજ થયા છે. જ્યારે તેમને પૂર્વ પાકિસ્તાની મંત્રીના નિવેદન અંગે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યું છે? આના જવાબમાં રાજનાથે...
03:53 PM May 05, 2024 IST | Vipul Pandya
Rajnath Singh

Rajnath Singh : રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) કોંગ્રેસના પાકિસ્તાન સાથેના સંબંધોનો આરોપ લગાવી ભારે નારાજ થયા છે. જ્યારે તેમને પૂર્વ પાકિસ્તાની મંત્રીના નિવેદન અંગે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યું છે? આના જવાબમાં રાજનાથે કડક સ્વરમાં કહ્યું કે, પાકિસ્તાનની ઔકાત નથી કે તે ભારતની ચૂંટણીમાં દખળ કરી શકે. ભારતની ચૂંટણીમાં દખલ કરવાની ઔકાત નથી. આ સિવાય તેમણે કોંગ્રેસ પાર્ટી પર 'આગ સાથે રમવાનો' આરોપ પણ લગાવ્યો.

રાહુલ ગાંધીની પ્રશંસા ખૂબ જ ચિંતાનો વિષય

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા કરાયેલી રાહુલ ગાંધીની પ્રશંસા ખૂબ જ ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે પોતાના નેતા માટે આવા દેશના અપાર પ્રેમ સમજાવવો જોઈએ જે હંમેશા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.

ભારત આ પ્રેમ પાછળનું કારણ જાણવા માંગે છે

રાજનાથ સિંહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના પાકિસ્તાન સાથેના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, “જે દેશ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પ્રત્યેના આ અપાર પ્રેમ પાછળ કંઈક કારણ હોવું જોઈએ. આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ભારત આ પ્રેમ પાછળનું કારણ જાણવા માંગે છે.

રાહુલ ગાંધીના ભાષણના અંશો પોસ્ટ કર્યા

ચૌધરી 2019માં પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનો દાવો કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે 1 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ ગાંધીના ભાષણના અંશો 'રાહુલ ઓન ફાયર' કેપ્શન સાથે પોસ્ટ કર્યા હતા, જેની ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ આકરી ટીકા કરી હતી.

કોંગ્રેસે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ

રક્ષા મંત્રીએ કહ્યું, “ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરનાર દેશના પૂર્વ મંત્રી રાહુલના વખાણ કરે તો તે ચિંતાનો વિષય છે. કોંગ્રેસે પાકિસ્તાન સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

પાડોશી દેશ ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે

રાજનાથ સિંહે કહ્યું કે પાડોશી દેશ ભારતીય ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન આમાં સફળ થઈ રહ્યું છે તો તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં ચૂંટણીને પ્રભાવિત કરવાની શક્તિ નથી.

અનિયંત્રિત ફુગાવા તરફ દોરી જશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાને શનિવારે ફરી રાહુલ ગાંધીની પ્રશંસા કરી કે જો કોંગ્રેસ સત્તામાં આવે તો સંપત્તિના પુનઃવિતરણ માટે સર્વે હાથ ધરશે તેવા દાવો કોંગ્રેસે કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ જે રીતે સંપત્તિનું પુનઃવિતરણ કરવા માંગે છે તેનાથી અર્થવ્યવસ્થા બરબાદ થશે અને વેનેઝુએલામાં જે રીતે થયું હતું તે રીતે અનિયંત્રિત ફુગાવા તરફ દોરી જશે.

પુલવામામાં અમારી સફળતા

તમને જણાવી દઈએ કે ચૌધરીએ લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા નેશનલ એસેમ્બલીમાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, "અમે ભારત પર આક્રમણ કર્યું. પુલવામામાં અમારી સફળતા ઈમરાન ખાનના નેતૃત્વમાં આ દેશની સફળતા છે. તમે અને હું એ સફળતાનો ભાગ છીએ.”

આતંકવાદનો ઉપયોગ

સંરક્ષણ પ્રધાને એ વિશે પણ વાત કરી કે કેવી રીતે પાકિસ્તાન ભારતને અસ્થિર કરવા માટે આતંકવાદનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે અને ખાસ કરીને મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા અને જમ્મુ અને કાશ્મીરમાં પ્રોક્સી વોરનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો------ SP સમર્થકોની હરકત પર CM યોગીનું નિવેદન, કહ્યું- પરિવારવાદી પાર્ટીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે…

આ પણ વાંચો------ Poonch Attack : સુરક્ષા દળોએ 6 સ્થાનિક લોકોની કરી અટકાયત, હુમલામાં હાથ હોવાની શંકા…

Tags :
CongressDefense Ministerfawad chaudharyGujarat FirstInternationalLok Sabha Election 2024NationalPakistanrahul-gandhirajnath singh
Next Article