Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો

Padminiba Vala : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઇ ગઇ છે. જેનો પહેલો તબક્કો (First Phase) ગઈકાલે શુક્રવારના રોજ પૂર્ણ થયો હતો. ગુજરાતમાં સાતમાં તબક્કે (7th Phase) 7 મે 2024 ના રોજ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા આજે પણ...
પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત  સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો

Padminiba Vala : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઇ ગઇ છે. જેનો પહેલો તબક્કો (First Phase) ગઈકાલે શુક્રવારના રોજ પૂર્ણ થયો હતો. ગુજરાતમાં સાતમાં તબક્કે (7th Phase) 7 મે 2024 ના રોજ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા આજે પણ રાજ્યમાં રૂપાલા વિવાદ (Rupal Controversy) ચર્ચામાં બની રહ્યો છે. જોકે, આ વિવાદમાં બે ભાગલા પડી ગયા હોય તેવા અહેવાલ સતત મળી રહ્યા છે. આ અંગે રાજપૂત મહિલા કરણીસેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા (Padminiba Vala) એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, આ આંદોલન કઇ દિશામાં જઇ રહ્યું છે.

Advertisement

સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપો

છેલ્લા ઘણા દિવસોથી ચકડોળે ચઢેલો રૂપાલા વિવાદના મુદ્દામાં હવે ભાગલા પડી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પદ્મિનીબા વાળા (Padminiba Vala) એ જણાવ્યું કે, અત્યારે સમાજ સાથે અન્યાય થઇ રહ્યો છે, સમાજને અત્યારે નથી સમજાઈ રહ્યું, તે મોડું સમજાશે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિ અમારી જ સમાજનો એક ભાગ હતો. મને પહેલા ખબર નહોતી કે સંકલન સમિતિ શું છે છતા મે કહ્યું કે, બધા આપણે સાથે રહીને લડાઈ દેવી છે. પણ એ લોકોએ અમે જે 10 બહેનો લડત આપી રહ્યા હતા તેમને સાઈડલાઈન જ કરી નાખ્યા છે. અમને મીટિંગમાં નથી બોલાવવામાં આવતા. તો પણ અમે કહ્યું કે અમને કોઇ પ્રોબ્લમ નથી આપણે સાથે રહીને આ વિરોધને આગળ વધારીએ. પણ હા મીટિંગમાં જે કઇ થાય છે તે અમને જણાવો, અમને ભલે બોલાવો નહીં પણ અમને જણાવો તો ખરા. આ પહેલા તૃપ્તિબાએ કહ્યું હતું કે, આપણે 350 ફોર્મ ભરીને આપણે ઈતિહાસ રચશું, ત્યારે મે સંદેશો પહોંચાડ્યો હતો કે 350 ફોર્મ ભરીને આપણે બહેનો બહેનોએ અંદરો અદર ઝઘડવાનું. ત્યારે તેમણે કહ્યું હતું કે, આ કરવાથી જ ફાયદો થશે. ત્યારે હવે પ્રશ્ન થાય છે કે, અત્યારે કેમ ફોર્મ ભરાયા નથી.

આ લડત ટિકિટની કે બહેનોના સ્વાભિમાનની : પદ્મિનીબા વાળા

પદ્મિનીબાએ આગળ કહ્યું કે, જો આ લોકોની લડત સાચી હોત તો તે 16 તારીખ પહેલાની હોત, આપણે મોટું આંદોલન કરતા, રોડ ઉપર આવતા, ગાંધીનગર નહીં પણ ગુજરાતને બંધ કરતા. જીત આપણી થવાની જ હતી. રૂપાલાએ ફોર્મ ભરી દીધું હવે કઇંજ ન થાય. હવે આ લોક સમાજને ખોટી રીતે ગુમરાહ કરે છે. પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે, તમે કોંગ્રેસ-ભાજપની જગ્યાએ તમામ જગ્યાએ આપણા ક્ષત્રિય સમાજને અપક્ષમાં કેમ ઉભા ન રાખ્યા. અપક્ષમાં એક એક ઉમેદવાર રાખ્યા હોત તો હું તેની સાથે જ રહેતી. પણ અત્યારે હું કોંગ્રેસમાં પણ નથી અને ભાજપમાં પણ નથી. મારે આ મામલે રાજકારણ કરવું જ નથી. શું ટિકિટોની ક્ષત્રિય સમાજને ભૂખ છે. કે તમે આ બધુ કરી રહ્યા છો. બહેનોની સ્વાભિમાન માટે લડી રહ્યા છો કે ટિકિટો લેવા માટે. તેમણે આગળ કહ્યું કે, હવે આ મુદ્દે રાજકારણ જોઇએ જ નહીં. હવે જ્યા પણ રાજકારણ આવશે ત્યા અમે બહેનો ક્યાય પણ નહીં આવીએ.

Advertisement

વધુ માહિતી માટે જુઓ નીચે આપેલો Video

Advertisement

આ પણ વાંચો - Kshatriya Samaj : પદ્મિનીબાના ગંભીર આક્ષેપો સામે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો - Padminiba : પદ્મિનીબાના ગંભીર આક્ષેપ, રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ઉઠાવ્યા આ સવાલ!

Tags :
Advertisement

.