Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે રાજ્યની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી થશે મતદાન

પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતકેન્‍દ્રો ઉભા કરાયા39 રાજકીય પક્ષોના 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદલોકશાહીના મહાપર્વનો આજનો દિવસ છે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું (First Phase Votting) મતદાન યોજાવાનું છે. 19 જિલ્લાઓની કુલ 89 બેઠકો માટે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તંત્ર દ્વારા ગઈકાલથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી હવ
આજે રાજ્યની 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન  સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી થશે મતદાન
  • પ્રથમ તબક્કાના મતદાન માટે 25,430 મતકેન્‍દ્રો ઉભા કરાયા
  • 39 રાજકીય પક્ષોના 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
  • 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ
લોકશાહીના મહાપર્વનો આજનો દિવસ છે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાનું (First Phase Votting) મતદાન યોજાવાનું છે. 19 જિલ્લાઓની કુલ 89 બેઠકો માટે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. તંત્ર દ્વારા ગઈકાલથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી હવે લોકો મહત્તમ મતદાન કરી લોકશાહીના આ મહાપર્વને વધાવી લે અને મોટા પ્રમાણમાં મતદાન કરે તેવો જ પ્રયાસ રહેશે. ગુજરાત ફર્સ્ટ પણ ગુજરાતના મતદારોને અચૂક મતદાન કરવાની અપીલ કરે છે.
89 બેઠકો, 39 પક્ષો, 788 ઉમેદવારો
સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોમાં 39 રાજકીય પક્ષો તથા અપક્ષો મળી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારો મળી કુલ 788 ઉમેદવારો મેદાને છે. કુલ 2,39,76,670 મતદારો 788 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
25 હજારથી વધારે મતદા ન મથક
પ્રથમ તબક્કાના મતદાન માટે 89 બેઠકો પર કુલ 25,430 મત મથકો ઉભા કરવામાં આવ્‍યા છે. મતદાન ન્‍યાયીઢબે અને શાંતિપૂર્વક થાય તે માટે સર્વત્ર ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાયો છે અને તેના માટે 1.06 લાખ કર્મચારી-અધિકારીઓ ચૂંટણી ફરજ પર તૈનાત છે.
મતદારો
પ્રથમ તબક્કામાં 2,39,76,670 મતદાતાઓ મત અધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરુષ મતદાર છે. 1,15,42,811 મહિલા મતદારો અને 497 ટ્રાન્સજેન્ડર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
EVM-VVPAT
પહેલા તબક્કા માટેની ચૂંટણીમાં રિર્ઝવ સહિતના કુલ 34,324 બેલેટ યુનિટ અને એટલા જ કાઉન્‍ટિંગ યુનિટી તો 38,749 VVPAT મશીનો તૈયાર કરવામાં આવ્‍યા છે. મોરબી વિધાનસભા સીટમાં 17 ઉમેદવારો હોવાથી બે EVM મુકાશે તો સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી કુલ 3 EVM મુકાશે.
રાજકિય પાર્ટી
પ્રથમ તબક્કાની તમામ 89 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ 88  ઉમેદવાર ઊભા રાખ્યા છે.  બહુજન સમાજ પાર્ટી 57 ઉમેદવાર સાથે ચોથા  ક્રમે છે, તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTS) 14 ઉમેદવાર સાથે પાંચમા ક્રમે  અને સમાજવાદી પાર્ટીએ 12 ઉમેદવારો મેદાને ઉતાર્યાં છે.
સઘન સુરક્ષા
પહેલા તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા નિષ્‍પક્ષ અને કોઈ અનિચ્‍છનિય બનાવ ના બને તે માટે પોલીસ અને સેન્‍ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPF), SRP જવાનો, CAPFની કંપની, SRPની ટૂંકડી ઉપરાંત સાડા ચાર હજારથી વધુ પોલીસ જવાન, હોમગાર્ડ, GRD જવાનો લોકશાહીના આ મહાપર્વને નિર્વઘ્‍ને પાર પાડવા બંદોબસ્તમાં જોડાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.