Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશમાં વસતા ભારતીયોની ઈચ્છા 'ફિર એક બાર મોદી સરકાર'

Modi again PM : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રણ તબક્કા (Third Phase) પૂર્ણ થઇ ગયા છે. હજુ વધુ ચાર તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે ભારત જ નહીં પણ વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) પણ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી...
વિદેશમાં વસતા ભારતીયોની ઈચ્છા  ફિર એક બાર મોદી સરકાર

Modi again PM : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ના ત્રણ તબક્કા (Third Phase) પૂર્ણ થઇ ગયા છે. હજુ વધુ ચાર તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે ભારત જ નહીં પણ વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) પણ નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર વડાપ્રધાન (PM again) બને તેવી ઈચ્છા રાખી રહ્યા છે. જે બતાવે છે કે, PM મોદીની લોકપ્રિયતા માત્ર ભારત સુધી જ સિમિત નથી વિદેશમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે.

Advertisement

અમેરિકન ભારતીયો ઇચ્છે છે ફિર એક બાર મોદી સરકાર

ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. મતદારો તેમના નવા નેતાની પંસદગી કરતા મતદાન કરી રહ્યા છે. ત્યારે એક વાત સૌથી વધુ ચર્ચામાં છે તે છે શું આ નરેન્દ્ર મોદી એકવાર ફરી વડાપ્રધાન બનશે? જો આપણે વિદેશમાં રહેતા ભારતીયોની વાત કરીએ તો તે લોકો ઇચ્છી રહ્યા છે કે મોદી એકવાર ફરી PM બને. ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીય સમુદાયોમાં લોકસભાની ચૂંટણીને લઇને ખૂબ ઉત્સુકતા છે. અમેરિકન ભારતીયો ઈચ્છે છે કે મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બને. પ્રભાવશાળી અમેરિકન નેતા અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે, મોટાભાગના ભારતીય-અમેરિકનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ત્રીજી ટર્મ ઇચ્છે છે કારણ કે તેમની સરકારની નીતિઓ ભારતને બદલી રહી છે. ડેમોક્રેટિક પાર્ટી માટે ભંડોળ એકત્ર કરનાર ભુટોરિયાએ કહ્યું કે ભારતીયો અમેરિકામાં તીવ્ર આર્થિક વૃદ્ધિનો ભાગ છે અને તેઓ આર્થિક વૃદ્ધિમાં ફાળો આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતીય-અમેરિકનો ભારતમાં આવી આર્થિક વૃદ્ધિ જુએ છે ત્યારે તેઓ ગર્વ અનુભવે છે. ભુટોરિયાએ કહ્યું, “મને લાગે છે કે મોટાભાગના ભારતીય-અમેરિકનો ઈચ્છે છે કે વડાપ્રધાન મોદી પાછા ફરે. જ્યારે ભારત ચમકે છે ત્યારે તેઓ ગર્વ અનુભવે છે,”

ભારતના વિકાસથી ખુશ અમેરિકન ભારતીયો

તેમણે ઉમેર્યું, “તેઓ ગર્વ અનુભવે છે કે ભારત વિકાસ કરી રહ્યું છે. ભારત લગભગ 6 થી 7 ટકાની ઝડપી ગતિએ આર્થિક વિકાસ કરી રહ્યું છે. જ્યારે અમે આંકડાઓ વાંચતો હતો ત્યારે તે કહે છે કે ભારત આ વર્ષના અંત સુધીમાં જાપાનને પછાડી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અને કદાચ 2027 સુધીમાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે ઉમેર્યું કે સરકારની નીતિઓ ભારતને બદલી રહી છે પછી ભલે તે વાણિજ્ય ક્ષેત્રે હોય કે નાનો વેપાર હોય કે મોટા વેપાર, રેલ વિકાસ હોય કે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર. ભુટોરિયાએ આગળ કહ્યું કે, “PM મોદીની ભારતીય ડાયસ્પોરા સુધી સારી પહોંચ છે, પછી તે 2014માં હોય કે 2019માં હોય કે પછી તાજેતરમાં 2023માં જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ત્યારે વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉનમાં 4,500થી વધુ ભારતીય અમેરિકનો હાજર હતા. તેઓને ત્યાં રહેવું ગમ્યું, અને ભારતને વૈશ્વિક નેતા તરીકે જે સન્માન મળે છે તે તેમને ગમ્યું. ભુટોરિયાએ કહ્યું, “આ સમગ્ર સમુદાય ભારત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો છે. જે લોકો ભારતમાંથી આવ્યા છે તેઓ અહીં જન્મેલી બીજી પેઢી કરતાં ઘણા વધુ ભાવનાત્મક રીતે જોડાયેલા છે.

Advertisement

આ પણ વાંચો - PM MODI IN RAJKOT : PM મોદીએ વિશાળ જનમેદનીને કહ્યું – ‘અબકી બાર 400 પાર…’

આ પણ વાંચો - Ashok Of Muzaffarpur: PM મોદીને માને છે પોતાના ભગવાન, આ વખતે શરીર પર લખાવ્યું ‘અબકી બાર, 400 પાર’

Advertisement

Tags :
Advertisement

.