Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NDA : આજે નીતિશ અને ચન્દ્રાબાબુએ શું કહ્યું પીએમ મોદીને..?

NDA : નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ...
01:43 PM Jun 07, 2024 IST | Vipul Pandya
NDA parliamentary party

NDA : નરેન્દ્ર મોદી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. આ દરમિયાન બીજેપી સાંસદ રાજનાથ સિંહે કહ્યું, 'હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોને અભિનંદન આપવા માંગુ છું. આજે અમે અહીં NDAના નેતાની પસંદગી કરવા આવ્યા છીએ. હું માનું છું કે આ તમામ પદો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી યોગ્ય છે. અમિત શાહે, નીતિન ગડકરીએ, કુમારસ્વામીએ, ચન્દ્રાબાબુ નાયડુએ, નીતિશ કુમારે, એકનાથ શિંદેએ, અજિત પવારે, ચિરાગ પાસવાને, જીતનરામ માંઝીએ, અનુપ્રિયા પટેલે અને પવન કલ્યાણે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું

જેડીયુ વતી નીતિશ કુમારે ભારતના વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું, 'તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે. ફરી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છીએ. આ સમગ્ર દેશની સેવા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જે પણ બચશે તે અમે આગામી સમયમાં પૂર્ણ કરીશું, ભલે તે રાજ્ય માટે ગમે તે હોય. અમે તેમની સાથે રહીશું. નીતીશ કુમારે કહ્યું, મેં જોયું છે કે અહીં અને ત્યાં કેટલાક લોકો જીત્યા છે. આગલી વખતે જે પણ આવશે, દરેકનો પરાજય થશે. નીતિશે વધુમાં કહ્યું કે તેઓએ (વિપક્ષે) આજ સુધી કોઈ કામ કર્યું નથી. દેશ ઘણો આગળ વધશે. બિહારનું બાકી રહેલું તમામ કામ થશે.

પીએમ મોદીએ 3 મહિના સુધી ક્યારેય આરામ કર્યો નથી

એનડીએ સંસદીય દળની બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, 'અમે બધાને અભિનંદન આપીએ છીએ કારણ કે અમે પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું છે કે પીએમ મોદીએ 3 મહિના સુધી ક્યારેય આરામ કર્યો નથી. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો. તેણે એ જ ભાવનાથી શરૂઆત કરી અને એ જ ભાવના સાથે અંત પણ કર્યો. આંધ્ર પ્રદેશમાં અમે 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી. આનાથી આંધ્રપ્રદેશમાં ચૂંટણી જીતવામાં મોટો તફાવત સર્જાયો. પીએમ મોદીએ દેશ માટે કામ કરવું જોઈએ, અમારો તેમને સંપૂર્ણ સમર્થન છે.

દેશના 140 કરોડ લોકોનો આ પ્રસ્તાવ છે

અમિત શાહે કહ્યું, 'આ પ્રસ્તાવ માત્ર અહીં બેઠેલા લોકોની ઈચ્છા નથી. દેશના 140 કરોડ લોકોનો આ પ્રસ્તાવ છે. આ દેશનો અવાજ છે કે પીએમ મોદી આગામી 5 વર્ષ માટે દેશનું નેતૃત્વ કરે. એનડીએ સંસદીય દળની બેઠકમાં, ભાજપના સાંસદ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદીને લોકસભાના નેતા અને ભાજપ અને એનડીએ સંસદીય પક્ષોના નેતા તરીકે નામાંકિત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

શું કહ્યું નરેન્દ્ર મોદીએ

નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે મને એનડીએ ચૂંટીને નવી જવાબદારી આપી છે તે માટે દરેકનો આભારી છું. વ્યક્તિગત જીવનમાં હું જવાબદારીનો અહેસાસ કરું છું. એનડીએ પક્ષો વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત છે અને આ વિશ્વાસ જ આપણી મૂડી છે. તમામ સાંસદોને ચૂંટાવા બદલ હું તમને અભિનંદન આપું છું. ઘણા લોકો એ વાતની ચર્ચા કરતા નથી કે મહાન લોકશાહી દેશમાં એનડીએ દેશમાં 22 રાજ્યોમાં સરકાર બનાવીને લોકોએ સેવા કરવાનો મોકો આપ્યો છે. આપણું ગઠબંધન સાચા અર્થમાં જે ભારતનો આત્મા છે તેનું પ્રતિબિંબ છે. આપણા દેશમાં 10 એવા રાજ્ય છે જ્યાં આદિવાસી બંધુઓની સંખ્યા નિર્ણાયક છે. તેમાંથી 7 રાજ્યોમાં એનડીએ સેવા કરે છે. અમે સર્વપંથ સમભાવ સંવિધાનને સમર્થીત છીએ. નોર્થ ઇસ્ટ કે ગોવા હોય જ્યાં મોટી સંખ્યામાં ઇસાઇ ભાઇ બહેન રહે છે ત્યાં પણ એનડીએને સેવાનો મોકો મળ્યો છે. પ્રી પોલ એલાયન્સ ગઠબંધનના રાજકારણમાં આટલું સફળ ક્યારેય થયું નથી જેટલું એનડીએ થયું છે. આ ગઠબંધનનો વિજય છે. આપણે બહુમત હાંસલ કર્યો છે.

દેશ ચલાવવા સર્વમત ખુબ જ જરુરી

સરકાર ચલાવવા બહુમત આવશ્યક છે પણ દેશ ચલાવવા સર્વમત ખુબ જ જરુરી છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે તમે બહુમત આપીને દેશમાં સરકાર ચલાવવાની જવાબદારી આપી છે ત્યારે અમે દેશને આગળ લઇ જવાની કોઇ કસર નહીં છોડીએ. એનડીએને ત્રણ દાયકા થયા છે. આઝાદીના 75 વર્ષમાં ત્રણ દશક એનડીએના હોય તે સ્વાભાવિક વાત નથી. ત્રણ દશકની યાત્રા મજબૂતીનો સંદેશ આપે છે. એક સમય એવો હતો કે સંગઠનના કાર્યકર તરીકે હું ગઠબંધનનો હિસ્સો હતો અને આજે અહીં બેસીને મારો સંબંધ પણ ત્રીસ વર્ષનો થઇ ગયો છે. આ સૌથી સફળ ગઠબંધન છે.

સરકાર શું હોય છે તેનો પહેલીવાર જનતાએ અનુભવ કર્યો

આપણા સૌના કાર્યકાળમાં કેન્દ્રબિંદુમાં ગરીબોનું કલ્યાણ મુખ્ય છે. સરકાર શું હોય છે તેનો પહેલીવાર જનતાએ અનુભવ કર્યો છે. આપણે સબકા પ્રયાસનો મંત્ર દેશને નવી ઉંચાઇએ લઇ જવા ચરિતાર્થ કર્યો છે. એનડીએ સરકારમાં આપણે આગળના 10 વર્ષમાં ગુડ ગવર્નન્સ, વિકાસ છે. વિકસીત ભારતના સ્વપ્નને આપણે સાકાર કરીશું. ગૃહમાં કોઇ પણ પક્ષનો પ્રતિનીધી હશે મારા માટે દરેક સરખા છે. જે રીતે એનડીએનો વોટ શેર વધ્યો છે તેમાં જોઇ શકાય છે કે કાલ માટે શું લખાયું છે. 10 વર્ષમાં વિકાસના અમે નવા અધ્યાય લખીશું. 5 વર્ષ હવે ઇવીએમનું નામ નહીં સંભળાય. હવે 2029માં ઇવીએમનું નામ સંભળાશે. મે પુછ્યું હતું કે ઇવીએમ જીવે છે કે મરી ગયું.

એક ટોળીએ ચૂંટણી કામમાં અવરોધ આવે તે માટે કોર્ટમાં અરજીઓ કરી

ચૂંટણી દરમિયાન એક ટોળીએ ચૂંટણી કામમાં અવરોધ આવે તે માટે કોર્ટમાં અરજીઓ કરી હતી. ઇન્ડિ ગઠબંધન ઇવીએમનો વિરોધ કરે છે તો હું માનું છું કે તે ગઇ શતાબ્દીના લોકો છે. તેઓ આધાર અને યુપીઆઇનો પણ વિરોધ કરી રહ્યા છે. તેઓ પ્રગતિ અને ટેકનોલોજીના વિરોધી છે.

સૌથી મજબૂત ગઠબંધનની સરકાર

સૌથી મજબૂત ગઠબંધનની સરકાર છે પણ કોશિશ કરાઇ કે તેને પરાજયના પડછાયામાં રખાઇ. ના આપણે હાર્યા હતા કે ના આપણે હારીશું પણ 4 તારીખ પછી આપણો જે વ્યવહાર રહ્યો તે દર્શાવે છે કે આપણે વિજયને પચાવવાનું જાણીએ છીએ. વિજયની ગોદમાં ઉન્માદ થતો નથી.

Tags :
governmentGujarat FirstIndia BlockJDULok Sabha Election 2024Lok Sabha Election 2024 resultNarendra ModiNarendra Modi Government 3.0NationalNDANDA parliamentary partypm narendra modiPoliticsResult 2024TDP
Next Article