Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024 : મધ્ય ગુજરાતની રાજનીતિમાં મોટો સળવળાટ, આણંદ લોકસભા પર NCP પણ લડશે ચૂંટણી

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાવાની છે. પરંતુ તે પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યાં છે.ભાજપ...
lok sabha election 2024   મધ્ય ગુજરાતની રાજનીતિમાં મોટો સળવળાટ  આણંદ લોકસભા પર ncp પણ લડશે ચૂંટણી

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાવાની છે. પરંતુ તે પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યાં છે.ભાજપ બાદ હવે INDI ગઠબંધનમાં પણ કકળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા દેશની મોટાભાગની પાર્ટીઓને એકઠી કરીને ‘INDI’ નામનું ગઠબંધન બનાવ્યું હતું પરંતુ અત્યારે તેમાં ઘણા ફેરફારો મળી રહ્યો છે. કારણ કે, અનેક પાર્ટીઓએ ગઠબંધન કર્યા બાદ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

NCP પ્રદેશ પ્રમુખે કરી છે મોટી જાહેરાત

અત્યારે ગુજરાતની આણંદ લોકસભા પર NCP પણ ચૂંટણી લડશે એવી વિગતો સામે આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ મોટી જાહેરાત કરી દીધી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી - NCP અજીત પવાર જૂથના જયંત બોસ્કી લોકસભા ચૂંટણી લડશે, આણંદ બેઠક પરથી જયંત બોસ્કી લોકસભા ચૂંટણી લડશે. જયંત બોસ્કીએ સોશલ મીડિયામાં પોસ્ટ મુકીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, INDI ગઠબંધનમાં કોંગ્રેસ-NCP બંને સામેલ છે. નોંધનીય છે કે, આણંદ બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાઈ શકે છે. આ સાથે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યાં છે.

સાત તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) આ વખતે 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. આ સાથે 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે. ગુજરાતમાં (Gujarat lok Sabha Eleciton) 26 લોકસભા બેઠકો સાથે ખાલી રહેલી વિધાનસભા બેઠકો (Gujarat Assembly Eleciton) માટે પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરાઈ છે.  ત્રીજા તબક્કામાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી યોજાશે, જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા (Waghodia), માણાવદર અને પોરબંદરનો (Porbandar) સમાવેશ થાય છે

Advertisement

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક મોટા સમાચાર, વલસાડ બેઠક પર ભાજપ બદલી શકે છે ઉમેદવાર!
આ પણ વાંચો: બનાસકાંઠામાં શરૂ થઇ ‘ઘૂંઘટ’વાળી રાજનીતિ, રેખાબેને કર્યા ગેનીબેન પર શાબ્દિક પ્રહાર
આ પણ વાંચો: VADODARA : રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી, કહ્યું “10 દિવસથી બદનામી થઇ રહી છે, મેં ટીકીટ સમર્પિત કરી”
Tags :
Advertisement

.