Lok Sabha Election 2024: કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર કર્યા વાક્ પ્રહાર
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આથી લોકસભા પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુરુવારે ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
લોકશાહીમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે જરુરીઃ મલ્લિકાર્જુન ખડગે
પ્રેસ કોન્ફરન્સની વાત કરવામાં આવે તો મલ્લિકાર્જુનએ કહ્યુ કે, ‘લોકશાહીમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય તે જરુરી છે. એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર અધિકાર હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો અધિકાર હોવો જોઈએ, એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો IT જેવી બંધારણીય અને ન્યાયિક એજન્સીઓ જેવી કે ઈડી અને ચૂંટણી પંચ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોય.’
બેંક ખાતાઓ ષડયંત્રપૂર્વક ફ્રીઝ કરાયા છેઃ મલ્લિકાર્જુન ખડગે
તેમણે વઘુમાં કહ્યું કે, થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ઈલેક્ટોરલ બોન્ડને લઈને જ પણ તથ્ય સામે આવ્યા છે તે ચિંતાજનક અને શર્મનાક છે. તેના કારણે સમગ્ર ભારતની ઓળખ પર અસર પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઉઠ્યા છે. ખડગે વધુમાં કહ્યું કે, સત્તાધારી પાર્ટીએ હજારો કરોડથી પોતાના ખાતા ભરી દીધા અને બીજી તરફ, મુખ્ય વિપક્ષી પાર્ટીના બેંક ખાતાઓ ષડયંત્રપૂર્વક ફ્રીઝ કરવામાં આવ્યા છે જેથી અમે પૈસાના અભાવે સમાન ધોરણે ચૂંટણી લડી શકીએ નહીં. આ શાસક પક્ષની ખતરનાક રમત છે, તેના દૂરગામી અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી છે.
અમારી પાસે ઉમેદવારોને આપવા માટે પણ પૈસા નથીઃ અજય માકન
કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી પોતાના પૈસાનો જ ઉપગોય નથી કરી શકતી. અમે પ્રચાર માટે પોતાની ધનરાશી ખર્ચ નથી કરી શકતા. આ કેવી લોકશાહી છે? તેઓ અમારી સામે 30 થી 35 જુના કેસ ખોલીને પૈસા વાપરવા દેતા નથી.’ વધુમાં માકને કહ્યું કે, ‘અમારી પાસે ઉમેદવારોને આપવા માટે પણ પૈસા નથી. અમારી પાસે ચૂંટણી લડવા માટે પણ પૈસા નથી. કોંગ્રેસ પાર્ટીને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નવી નોટિસ 1994-1995 સાથે સંબંધિત છે. આ નોટિસ 14 માર્ચે આપવામાં આવી હતી. આ નોટિસ અત્યારે કેમ આપવામાં આવી કેમ કે આ મામલો તો 30 વર્ષ જૂનો છે?’
સોનિયા ગાંધીએ સરકાર પર કર્યા સવાલ
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘અમે લોકતંત્રને બચાવવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, ઈલેક્ટોરલ બોન્ડથી બીજેપીને મોટો ફાયદો થયો છે. વડાપ્રધાન કોંગ્રેસ પાર્ટની અપંગ કરવાનો પ્રયાસ કરે છે. આ બહુ ગંભીર મુદ્દો છે, લોકશાહી પર હુમલો છે.’
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહીં આ વાત
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમારી સામે અપરાધીક કાર્યવાહી કરી રહ્યાં છે. એક મહિના પહેલા કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રિઝ કરી દેવામાં આવ્યાં છે. જો કોઈ પરિવારનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે તો તે પરિવાર ભૂખે મરી જાય. , પરંતુ જ્યારે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા ત્યારે કોઈએ કંઈ કર્યું નહીં, ચૂંટણી પંચ સહિત બધાએ પોતાનું મૌન તોડ્યું. વીસ ટકા ભારત અમને મત આપે છે પણ અમે બે રૂપિયા આપી શકતા નથી.