ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Social Media : સાત મુદ્દામાં રુપાલાનું જોરદાર સમર્થન..!

Social Media : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે Social Media માં એક ક્ષત્રિય યુવાનનો પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં સાત મુદ્દામાં રુપાલાનું જોરદાર સમર્થન કરવામાં આવ્યું...
03:11 PM Apr 13, 2024 IST | Vipul Pandya
RUPALA VIRAL LATTER

Social Media : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે Social Media માં એક ક્ષત્રિય યુવાનનો પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં સાત મુદ્દામાં રુપાલાનું જોરદાર સમર્થન કરવામાં આવ્યું છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ પત્રની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

પરશોત્તમ રૂપાલાનો વિરોધ કેટલો યોગ્ય?

ક્ષત્રિય આંદોલનની વચ્ચે પરશોત્તમ રુપાલાના સમર્થનમાં એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 2 પેઇજના આ પત્રમાં રુપાલાના સમર્થનમાં સાત મુદ્દા લખવામાં આવ્યા છે અને રુપાલાને કેમ સમર્થન આપવું જોઇએ તે સમજવાવવાનો પ્રયાસ કરાયો છે. પરશોત્તમ રૂપાલાનો વિરોધ કેટલો યોગ્ય? મથાળા હેઠળ આ પત્ર લખાયો છે.

ગુજરાત ફર્સ્ટ આ પત્રની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

સોશિયલ મીડિયામાં આ વાયરલ પત્ર શેર થઇ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાનો વિરોધ કેટલો યોગ્ય? મથાળા હેઠળ આ પત્ર લખાયો છે જેમાં હિન્દુત્વ અને રામરાજ્યનો ઉત્તમ સમયનો ઉલ્લેખ કરાયો છે. જો કે પત્ર કોણે લખ્યો છે તે જાહેર થયું નથી. જો કે ગુજરાત ફર્સ્ટ આ પત્રની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

હિન્દુત્વ અને રામરાજ્યનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે

પત્રમાં લખાયું છે કે હિન્દુત્વ અને રામરાજ્યનો ઉત્તમ સમય ચાલી રહ્યો છે ત્યારે એની ઉજવણી કરવાના બદલે આપણે જ્ઞાતિ-જાતિના વિખવાદમાં પડીશું..? જાતિગત અહંકાર ક્યારેય રાષ્ટ્રપ્રેમ કરતાં મોટો ન હોઇ શકે કે જ્ઞાતિ જાતિના વાડા, રાષ્ટ્ર કે હિન્દુત્વથી મોટા ના હોઇ શકે.

ક્ષત્રિયોના અપાર વખાણો કરતા અનેક વીડિયો તમને ઇન્ટરનેટ પર જોવા મળશે

પત્રમાં એમ પણ લખાયું છે કે રુપાલા સાહેબનો ઇતિહાસ જોઇ લો ક્યારેય એમણે ક્ષત્રિય વિરુદ્ધ કોઇ નિવેદન કર્યા નથી પરંતુ ક્ષત્રિયોના અપાર વખાણો કરતા અનેક વીડિયો તમને ઇન્ટરનેટ પર જોવા મળશે

હિન્દુત્વનું અમૃત એટલે ક્ષત્રિયો એમના વિરુદ્ધ કેવી રીતે જઇ શકે ?

ઉપરાંત 30થી 35 વર્ષની નિર્વિવાદીત કારકિર્દી અને ભ્રષ્ટાચાર જેવા દૂષણોથી જોજો દૂર આ હિન્દુવાદી નેતાને આપણે આવું ફળ આપીશું..સાહેબ, જરા તો વિચાર કરો રુપાલા સાહેબની મનોસ્થિતિ શું હશે ? જે હિન્દુઓના ઉત્થાન માટે એમણે જિંદગીના આટલા વર્ષો ખપાવ્યા તે હિન્દુત્વનું અમૃત એટલે ક્ષત્રિયો એમના વિરુદ્ધ કેવી રીતે જઇ શકે ?

હવે વ્યક્તિગત સ્વાર્થની કોઇ વાત ઉભી રહેતી નથી

નીચે નોંધ પણ લખાઇ છે કે હું રુપાલા સાહેબને આજીવન વ્યક્તિગત કામ બતાવું તો મને મા આશાપુરાની સોગંદ, હવે વ્યક્તિગત સ્વાર્થની કોઇ વાત ઉભી રહેતી નથી ઉપરના દરેક મુદ્દા સાચાને સાચું કહેવાની એક ક્ષત્રિયની ફરજના ભાગરુપે લખેલા છે.

આ પણ વાંચો------- Kathi Kshatriya : ‘ગઇ કાલે જે કહેવાયું તે અર્ધ સત્ય, આજે પૂર્ણ સત્ય કહીએ છીએ’

આ પણ વાંચો---- Parshottam Rupala : વિવાદ વચ્ચે રૂપાલાનો પ્રચંડ પ્રચાર, ક્ષત્રિય સમાજના યુવાનોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ Video

આ પણ વાંચો---- Kathi Kshatriya : બીજા પ્રશ્નો ગૌણ છે જ્યારે PM MODI ની વાત હોય..!

 

Tags :
GujaratGujarat FirstKSHATRIYA SAMAJLok Sabha elections 2024Parshottam RupalaRajkot Lok Sabha electionsSocial MediaViral Letter
Next Article