Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રૂપાલા વિવાદ મામલે જાણો મોડી રાત્રે શું આવ્યા સમાચાર

મોડી રાત સુધી ચાલેલી સંકલન સમિતીની બેઠક બાદ રાજકોટના લોકસભા ચૂંટણીના ઉમેદવાર (Rajkot's Lok Sabha election candidate) પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નું સૂંચક ટ્વીટ સામે આવ્યું હતું. તેમણે રાત્રે 1.48 કલાકે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ (official Twitter account) પરથી ટ્વીટ...
07:46 AM Apr 16, 2024 IST | Hardik Shah
Parshottam Rupala Controversy

મોડી રાત સુધી ચાલેલી સંકલન સમિતીની બેઠક બાદ રાજકોટના લોકસભા ચૂંટણીના ઉમેદવાર (Rajkot's Lok Sabha election candidate) પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નું સૂંચક ટ્વીટ સામે આવ્યું હતું. તેમણે રાત્રે 1.48 કલાકે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ (official Twitter account) પરથી ટ્વીટ કરી સ્પષ્ટ કરી દીધુ છે કે રાજકોટની બેઠક (Rajkot Seat) પર ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાનું જ નામ રહેશે. તેમણે પોતાના ટ્વીટમાં શું કહ્યું આવો જાણીએ આ આર્ટિકલમાં...

રૂપાલા જ રહેશે રાજકોટથી ભાજપના ઉમેદવાર

પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ લોકસભા બેઠક પરથી નામાંકન પત્ર ભરવાના છે. ત્યારે તેમણે આ અંગે મોડી રાત્રે જ સંકેત આપી દીધા હતા કે, રાજકોટથી ઉમેદવાર તરીકે તેઓ જ રહેશે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, "રાજકોટના હ્રદયમાં માત્ર ભાજપ છે. મોરબીના જનસંપર્ક દરમિયાન જનતા દ્વારા મળેલા ઈશ્વરીય સ્વાગત અને આશીર્વાદને કારણે "મોદી સરકાર ફરી એકવાર"નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. આ જ પ્રેમ 4 જૂને 400ને પાર કરી જશે. આભાર મોરબી."

મોડી રાત્રે થયેલી બેઠકનું શું આવ્યું પરિણામ ?

રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બનાવેલા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા નિવેદનના કારણે મોટો વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે આ વિવાદના કારણે ક્ષત્રિય સમાજ આંદોલન કરવા ઉપર ઉતરી આવ્યા છે. તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકો કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, ગત મોડી રાત્રે કલાકો સુધી બેઠકોનો દૌર ચાલ્યો હતો. ક્ષત્રિય આંદોલનને લઈને મોડી રાત્રે બે અલગ અલગ જગ્યાઓ પર બેઠકો થઇ હતી, એક બેઠક સરકારની મુખ્યમંત્રી નિવાસ્થાને અને બીજી બેઠક ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની હતી. જે 2 કલાકથી વધુ સમય ચાલી હતી. સંકલન સમિતીની બેઠક ગોતા ખાતે પૂર્ણ થઈ તે પછી ક્ષત્રિય સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે રવાના થયા હતા. જે બાદ સામે આવ્યું કે તેઓ એક જ પ્રસ્તાવ મુકી રહ્યા છે અને તે છે પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ગુજરાત ફસ્ટે અગાઉ જ કહ્યું હતું કે સંકલન સમિતિ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનો પ્રસ્તાવ મુકશે. અને આવું જ મોડી રાત્રે થયું હતું.

આ પણ વાંચો - ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?

આ પણ વાંચો - “2014 માં જો નરેન્દ્ર મોદીજી ભારતના પ્રધાનમંત્રી ન બન્યા હોત તો આજે ભારતની હાલત પાકિસ્તાન જેવી હોત” – Parshottam Rupala

Tags :
biggest newsCMCM Bhupendra PatelGandhinagarGandhinagar NewsKshatriyaKshatriya agitationKshatriya AndolanKshatriya communityLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionMeetingRajkot NewsRajkot Seatresidencerupala
Next Article