Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu & Kashmir : BJP એ જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, PM મોદી સહિત આ નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર...

જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)માં લોકસભા ચૂંટણી માટે BJP એ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. BJP વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને ઘણા કેન્દ્રીય પ્રધાનો ઘાટીમાં પ્રચાર કરશે. આ...
06:07 PM Mar 29, 2024 IST | Dhruv Parmar

જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)માં લોકસભા ચૂંટણી માટે BJP એ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. BJP વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને ઘણા કેન્દ્રીય પ્રધાનો ઘાટીમાં પ્રચાર કરશે. આ માટે જમ્મુ-કાશ્મીર (Jammu & Kashmir)ના સ્થાનિક નેતાઓને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન મળ્યું છે.

આ નેતાઓ પ્રચાર કરશે...

પ્રાપ્ત માહિતી અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના સીએમ ભજન લાલ શર્મા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ રાજ્યમાં પ્રચાર કરતા જોવા મળશે. આ સિવાય હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને પંજાબ BJP ચીફ સુનીલ જાખડના નામ પણ BJP ની યાદીમાં સામેલ છે.

સ્ટાર પ્રચારકોની યાદી

  1. પીએમ નરેન્દ્ર મોદી
  2. જગત પ્રકાશ નડ્ડા
  3. રાજનાથ સિંહ
  4. અમિત શાહ
  5. નીતિન ગડકરી
  6. યોગી આદિત્યનાથ
  7. અનુરાગ ઠાકુર
  8. જયરામ ઠાકુર
  9. સુનિલ જાખડ
  10. સ્મૃતિ ઈરાની
  11. ભજનલાલ શર્મા
  12. પુષ્કર સિંહ ધામી
  13. તરુણ ચુગ
  14. આશિષ સૂદ
  15. અશ્વની શર્મા
  16. રવિન્દ્ર રૈના
  17. ડો.જિતેન્દ્ર સિંહ
  18. જુગલ કિશોર શર્મા
  19. ગુલામ અલી ખટાણા
  20. ડો.નરિન્દર સિંહ
  21. ડૉ.નિર્મલ સિંહ
  22. કવિન્દર ગુપ્તા
  23. સુનિલ શર્મા
  24. વિબોધ ગુપ્તા
  25. ડૉ.ડી.કે. મન્યાલ
  26. શક્તિ રાજ પરિહાર
  27. ચંદ્ર મોહન
  28. પ્રિયા સેઠી
  29. ગની કોહલી
  30. દેવેન્દ્ર રાણા
  31. સુરજીતસિંહ સલાથિયા
  32. બળવંતસિંહ મનકોટિયા
  33. સુનીલ સેઠી
  34. તાલિબ હુસૈન
  35. ઈકબાલ મલિક
  36. સંજીતા ડોગરા
  37. અરુણ પ્રભાત
  38. ચિ. રોશન હુસૈન
  39. મુનીશ શર્મા
  40. મોહમ્મદ રફીક વાની

વાસ્તવમાં BJP અનંતનાગ અને રાજૌરી લોકસભા સીટ પર ચાંપતી નજર રાખી રહી છે. એવી અટકળો ચાલી રહી છે કે BJP ના જમ્મુ અને કાશ્મીર યુનિટના વડા રવિન્દર રૈનાને અનંતનાગ લોકસભા સીટથી ટિકિટ મળશે. BJP એ ઉધમપુર-ડોડા અને જમ્મુ-રિયાસી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, પરંતુ અનંતનાગ-પંચ-રાજૌરી, શ્રીનગર અને બારામુલ્લા બેઠકો માટે ઉમેદવારોને હજુ સુધી ફાઇનલ કર્યા નથી. અનંતનાગથી BJP ના જમ્મુ અને કાશ્મીર સરકારના પ્રમુખ રવિન્દર રૈનાને સૌથી આગળ માનવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પાંચ તબક્કામાં યોજાશે, જે 19 એપ્રિલથી ઉધમપુર-ડોડામાં શરૂ થશે અને બારામુલ્લામાં 20 મેના રોજ મતદાન થશે.

આ પણ વાંચો : Kangana Ranaut : કંગના પોતાના મત વિસ્તારમાં જઇને શું બોલી, Video

આ પણ વાંચો : Lok Sabha Election : પત્નીઓના સહારે ‘સંસદ યાત્રા’…, બિહારના આ 4 બાહુબલીઓની સિયાસી ગેમ!

આ પણ વાંચો : Lok Sabha Election 2024: બિહારમાં લોકસભાની ચૂંટણી પહેલા ઘમાસાણ, લાલુ યાદવે ખેલ્યો કૂટનીતિનો ખેલ

Tags :
Amit ShahBJPBJP INDIABJP star campaigners listGujarati NewsIndiaJammuJammu and KashmirJP NaddaKashmirLok Sabha Election 2024Narendra ModiNationalpm modirajnath singh
Next Article