CR Patil : આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે
CR Patil : ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેરે આજે રાજુલામાં શક્તિપ્રદર્શન યોજ્યું હતું જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાજુલાના અનેક કાર્યકરો આજે ભાજપમાં જોડાયા હતા.
લોકો ઇચ્છતા હતા કે અંબરીશભાઇ ભાજપમાં જોડાય
આ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધન કરતાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે અહીં ઉપસ્થિત તમામ લોકો ઇચ્છતા હતા કે અંબરીશભાઇ ભાજપમાં જોડાય. વિધાનસભા ચૂંટણીમાં પણ મે હીરાભાઇ સોલંકી સાથે ચર્ચા કરી હતી અને બંને ક્યાં લડશો તેની વાત પણ મે કરી હતી.
આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે
તેમણે એમ પણ કહ્યું કે અંબરીશભાઇને સલાહ આપી હતી કે જે પાર્ટીમાં વર્ષો સુધી રહ્યા તેની ટીકા ના કરતાં. ભાજપમાં શિસ્ત તો છે જ તેમ દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર પણ છે. આજે હું ફરી તેમનો ડર દુર કરુ છું. તેમણે કહ્યું કે આજે સૌથી વધુ ગુજરાતમાં દરેક પક્ષના નેતાઓ ભાજપમાં બિનશરતી આવવા માગે છે કારણ કે જે પાર્ટીમાં તેમણે કામ કર્યું તે પાર્ટી દિશાવિહીન બની છે. તે પાર્ટી નેતૃત્વ વિહોણી બની છે. હવે આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઇએ અને તેના દ્વારા દેશનો વિકાસ કરીએ. મોદી સાહેબના વિકસીત ભારત બનાવાના સપનાને આપણે પુરુ કરવાનું છે. ભગવાને ટચલી આંગળીએ પર્વત ઉપાડ્યો હતો પણ દરેક ગોવાળીયાએ લાકડીનો ટેકો આપ્યો હતો. આજે મોદી સાહેબને દેશ અને વિદેશનું સમર્થન મળ્યું છે ત્યારે આપણે પણ લાકડીનો ટેકો આપવો જોઇએ તેમ તેમણે કહ્યું હતું.
26માંથી 26 સીટ આ વખતે જીતવાની છે
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે વિધાનસભામાં આપણે 156 સીટ જીત્યા હતા પણ વિધાનસભામાં જ્યાં સુધી 182 નહી જીતીએ ત્યાં સુધી હાર નહી પહેરું તેવો મે સંકલ્પ કર્યો હતો. 26માંથી 26 સીટ આ વખતે જીતવાની છે અને વડાપ્રધાન મોદી હવે હેટ્ર્કી કરવા જઇ રહ્યા છે ત્યારે ત્રીજીવાર પણ તેમને 26 સીટ જીતીને આપીશું. લોકોના મનમાં ગેરંટી છે કે મોદીજી આવશે તો દેશનો વિકાસ થશે.
ભાજપમાં બોલવાની સ્વતંત્રતા નથી તે વાત ખોટી પડી
આ કાર્યક્રમમાં અંબરીશ ડેરે કહ્યું કે ભાજપમાં બોલવાની સ્વતંત્રતા નથી તે વાત ખોટી પડી છે. મારા પર પાટીલ સાહેબનો પ્રેમ છે એટલે જ આ શક્ય છે. તેમણે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનું સ્વાગત કરતા કહ્યું કે રાજુલાના કર્મનિષ્ટ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું પણ સ્વાગત આ મંચ પર કરું છું
હવે પક્ષ જે કામ આપશે તે કામ હું કરીશ
અંબરીશ ડેરે કહ્યું કે રાજુલામાં પધારેલા તમામ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. હવે પક્ષ જે કામ આપશે તે કામ હું કરીશ. અંબરીશ ડેર પોતાના રાજુલામાં સી.આર. પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ખીલી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકર અને કોંગ્રેસ નેતાઓએ પણ કેસરિયા કર્યા હતા.
આ પણ વાંચો---AMRELI : અંબરીશ ડેરનું આજે શકિત પ્રદર્શન, કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાશે
આ પણ વાંચો----OPERATION LOTUS : ‘મોદી કા પરિવાર’ માં કોંગ્રેસના આ ચાર દિગ્ગજ નેતાઓ જોડાયા
આ પણ વાંચો---BHARUCH : ભાજપનું ઓપરેશન લોટસ યથાવત,આદિવાસી વિસ્તારમાં ભાજપનો મોટો ખેલ