Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Voting : મતદાનના દિવસ માટે ભાજપની રણનીતિ તૈયાર

Voting : લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને મે મહિનામાં આકરો તડકો પડે તેવી પણ શક્યતા છે તેને જોતાં ભાજપે પોતાની ખાસ રણનીતિ તૈયાર કરી છે. ભાજપ એક તરફ ગુજરાતની તમામ 25 સીટ 5 લાખની લીડથી જીતવાનું...
voting   મતદાનના દિવસ માટે ભાજપની રણનીતિ તૈયાર

Voting : લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને મે મહિનામાં આકરો તડકો પડે તેવી પણ શક્યતા છે તેને જોતાં ભાજપે પોતાની ખાસ રણનીતિ તૈયાર કરી છે. ભાજપ એક તરફ ગુજરાતની તમામ 25 સીટ 5 લાખની લીડથી જીતવાનું લક્ષ્ય ધરાવે છે ત્યારે તમામ સીટો પર વધુ મતદાન (Voting) થાય તે માટે ભાજપે ખાસ પ્લાન તૈયાર કર્યો છે.

Advertisement

ભાજપ વધુ મતદાન કરાવવાની ખાસ રણનીતિ સાથે હવે તૈયાર

ભાજપે બુથ લેવલ સુધી પોતાના કાર્યકરોને વધુ મતદાન થાય તે માટેની ખાસ સૂચના આપી છે. મતદાનના દિવસે બુથ લેવલ અને પેજ સમિતિના કાર્યકરો સતત સક્રિય રહીને મતદારો ઘરમાંથી નિકળીને મતદાન કરવા જાય તે માટે ખાસ ધ્યાન આપવા સૂચના અપાઇ છે. ભાજપ વધુ મતદાન કરાવવાની ખાસ રણનીતિ સાથે હવે તૈયાર છે.

બપોરના 1 વાગ્યા સુધી વધુમાં વધુ મતદારો મતદાન કરી લે તેવી સૂચના

હવાામાન વિભાગની આગાહી મુજબ મે મહિનામાં આકરી ગરમી પડવાની છે. ગરમીમાં બપોરે 12 વાગ્યા પછી મતદારો ઘેરથી બહાર નિકળે તેવી શક્યતા ખુબ જ ઓછી છે અને તેના કારણે ભાજપે મતદારોને બુધ સુધી પહોંચાડવા માટે જે રણનીતિ તૈયાર કરી છે તેમાં સવારના ગાળામાં જ મતદારો બુથ સુધી પહોંચે તે મુખ્ય છે. સવારે મતદાન શરુ થાય ત્યારથી લઇને બપોરના 1 વાગ્યા સુધી વધુમાં વધુ મતદારો મતદાન કરી લે તેવી સૂચના કાર્યકર્તાઓને આપવામાં આવી છે. બપોર સુધીમાં જ મતદાનની ટકાવારી 50થી 60 ટકા સુધી પહોંચી જાય તે જોવા જણાવાયું છે.

Advertisement

રહી ગયેલા મતદારોને 4 વાગ્યા પછી મતદાન માટે લઇ જવાય તેવા પણ પ્રયાસ

ખાસ કરીને બપોરે 1થી સાંજના 5 વાગ્યા સુધી ઓછું મતદાન થઇ શકે છે જેથી સવાર-સવારમાં જ વધુ મતદાન થઇ જાય તેવા પ્રયાસો કરાશે. રહી ગયેલા મતદારોને 4 વાગ્યા પછી મતદાન માટે લઇ જવાય તેવા પણ પ્રયાસ કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સવાર સવારમાં જ વધુ મતદાન થઇ જાય તેવી સૂચના સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને અપાઇ છે, પેજ સમિતિને પણ મતદાનના દિવસે સતત અપડેટ રહીને ક્યા બૂથમાં કેટલું મતદાન થયું છે તેની માહિતી મેળવી વધુ મતદાન કરાવવા સૂચના અપાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો----- PM MODI : આણંદમાં PM નો હુંકાર, કહ્યું – દેશમાં પાકિસ્તાનની આતંકનું ટાયર પંચર થઈ ગયું..

Advertisement

આ પણ વાંચો----- Jamnagar : ધ્રોલમાં મોડી રાતે ક્ષત્રિયો સાથે બેઠક બાદ પૂનમ માડમને હાશકારો! લેવાયો આ નિર્ણય

આ પણ વાંચો----- VADODARA : “કોઇ કોલર પકડે….ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ”, દબંગના આકરા તેવર

Tags :
Advertisement

.