Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana માં મતદાન અને ગણતરીની તારીખ બદલાઈ, હવે આ દિવસે મતદાન થશે

Haryana વિધાનસભાની ચૂંટણી તારીખ બદલાઈ 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે 8 મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ છે. હરિયાણા (Haryana)માં હવે 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 8 મી...
haryana માં મતદાન અને ગણતરીની તારીખ બદલાઈ  હવે આ દિવસે મતદાન થશે
Advertisement
  1. Haryana વિધાનસભાની ચૂંટણી તારીખ બદલાઈ
  2. 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે
  3. 8 મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે

હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ ગઈ છે. હરિયાણા (Haryana)માં હવે 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 8 મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ભાજપ અને INLD એ ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માંગને ધ્યાનમાં લઈને મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે.

Advertisement

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે મતગણતરી...

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં મતદાનની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ હરિયાણા (Haryana) અને જમ્મુ-કાશ્મીરમાં મત ગણતરી 8 ઓક્ટોબરે એક સાથે થશે.

Advertisement

આ પણ વાંચો : Bihar : કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો, જનતા દરબારમાં તેમને મુક્કો મારવાનો પ્રયાસ...

ઉમેદવારો 16મી સપ્ટેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકશે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હરિયાણા (Haryana)માં નોટિફિકેશન 5 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર રહેશે. 13 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 16મી સપ્ટેમ્બર સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. ચૂંટણી પંચે કહ્યું કે બિશ્નોઈ સમુદાયના વર્ષો જૂના તહેવારને ધ્યાનમાં રાખીને હરિયાણા વિધાનસભાની ચૂંટણી હવે 1 ઓક્ટોબરને બદલે 5 ઓક્ટોબરે યોજાશે.  

આ પણ વાંચો : Vinesh Phogat પહોંચી શંભુ બોર્ડર, ખેડૂતોનું કર્યું સમર્થન, કહ્યું- તેમને જોઈને દુઃખ થાય...

Tags :
Advertisement

Trending News

.

×