Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગેનીબેન થયા ભાવુક, ચાલુ સંબોધને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, જાણો શું છે કારણ

બનાસકાંઠાની બેઠક (Banaskantha Seat) પરથી કોંગ્રેસ પાર્ટી (Congress party) એ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ને ટિકિટ આપી છે. તેઓ પોતાના મતવિસ્તાર (Constituency) માં સતત પ્રચાર કરી રહ્યા છે. તેમના પ્રચાર (Campaign) દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાનું પણ સામે આવી...
03:05 PM Apr 15, 2024 IST | Hardik Shah
Geniben Thakor

બનાસકાંઠાની બેઠક (Banaskantha Seat) પરથી કોંગ્રેસ પાર્ટી (Congress party) એ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) ને ટિકિટ આપી છે. તેઓ પોતાના મતવિસ્તાર (Constituency) માં સતત પ્રચાર કરી રહ્યા છે. તેમના પ્રચાર (Campaign) દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તેઓ પ્રચાર કરવા નીકળ્યા ત્યારે પોતાના ચાલુ સંબોધનમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન રડી પડ્યાં ગેનીબેન

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પ્રચારમાં પોતાની પૂરી શક્તિ બતાવી રહ્યા છે. ક્યાક નેતાઓ વાયદાઓ કરતા જોવા મળે છે તો ક્યાક નેતાઓ રડતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પણ રડતા નજે પડ્યા છે. જણાવી દઇએ કે, તેઓ ભાભરમાં નિવાસસ્થાને કુળદેવી અને મહાદેવના દર્શન કર્યા તે પછી તેમણે પાલનપુરના ચડોતર નજીક જંગી સભાને સંબોધન કર્યું. સભાને સંબોધન કરતા દરમિયાન તેઓ સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું કે હું તમને વચન આપું છું, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. લોકોએ ફંડ પેટે આપેલા રૂપિયા હું છાતી પર રાખુ છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો વિશ્વાસ ન ડગે. તેમણે કહ્યું કે, મારા પર બનાસકાંઠાની પ્રજાનું ઋણ છે. આ કહેતા જ તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમના ભાવુક થયા બાદ બનાસની બેન ગેનીબેનના નારાથી લોકોએ વધાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આજે ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) બનાસકાંઠા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે નામાંકન પત્ર ભર્યું હતું. તે પહેલા ગેનીબેન ઠાકોરે એક સભા યોજી હતી. આ જન આશીર્વાદ સભામાં બેનર લાગ્યા હતા કે, બનાસની બેન ગેનીબેન ઠાકોર. આ જન આશીર્વાદ સભામાં શક્તિસિંહ ગોહીલ, પૂર્વ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ સભા દરમિયાન તેઓ અચાનક રડી પડ્યા હતા.

આ પણ વાંચો - Ganiben Thakor : ગેનીબેન ઠાકોરે ભુવાજીને કરી વિનંતી, કહ્યું- ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો..!

આ પણ વાંચો - એકવાર ફરી ભાન ભૂલ્યા ગેનીબેન ઠાકોર, પોલીસને આપી ગર્ભિત ધમકી

Tags :
BanaskanthaBanaskantha ConstituencyBJPCongressGaniben ThakorLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-election
Next Article