Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Voting: મતદાન પહેલા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Voting : રાજ્યમાં મંગળવારે લોકસભાની ચૂંટણી માટે મતદાન (Voting) યોજાવાનું છે અને તેના માટે એક તરફ મતદારોને રિઝવવાના રાજકીય પક્ષો ભારે પ્રયાસ કરી રહ્યા છે. મતદાનના દિવસે ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટી શકે તેવી આશંકા સાથે રાજકીય પક્ષો વધુ મતદાન...
voting  મતદાન પહેલા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Advertisement

Voting : રાજ્યમાં મંગળવારે લોકસભાની ચૂંટણી માટે મતદાન (Voting) યોજાવાનું છે અને તેના માટે એક તરફ મતદારોને રિઝવવાના રાજકીય પક્ષો ભારે પ્રયાસ કરી રહ્યા છે. મતદાનના દિવસે ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટી શકે તેવી આશંકા સાથે રાજકીય પક્ષો વધુ મતદાન થાય તે માટે ખાસ રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીના મતદાન પહેલા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે.

Advertisement

7મેના રોજ વરસાદી વાતાવરણ મતદાનને અસર નહી કરે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ છેલ્લા 2 દિવસથી રાજ્યમા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે આ વાદળછાયું વાતાવરણ થોડા કલાકોમાં હટી જશે. તેમણે કહ્યું કે મતદાનના દિવસે વરસાદી વાતાવરણ અને ખરાબ હવામાનની શક્યતા નહિવત છે. મતદાનના દિવસે એટલે કે 7મેના રોજ વરસાદી વાતાવરણ મતદાનને અસર નહી કરે તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

આગામી 48 કલાકમાં ભારે ગરમી પડી શકે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં છેલા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે પણ આગામી થોડા કલાકોમાં વાદળો હટી જશે અને આગામી 48 કલાકમાં ભારે ગરમી પડી શકે છે. ભલે અત્યારે હવામાં ભેજ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હોય પણ બે દિવસમાં આકરી ગરમી પડી શકે છે.

Advertisement

ગરમીનો પારો 41 થી 43 ડીગ્રી સુધી પહોંચી શકે

તેમણે કહ્યું કે વાદળછાયું વાતાવરણ હટયા બાદ ભારે ગરમી પડવાની શક્યતા છે. ગરમીનો પારો 41 થી 43 ડીગ્રી સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે 10 મે બાદ રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

આ પણ વાંચો------ Weather Forecast : વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા!

આ પણ વાંચો------ Rajkot: પરશોત્તમ રૂપાલાને મોટી રાહત, લેઉઆ-કડવા પાટીદારોનું મોટું સમર્થન

આ પણ વાંચો------ Kshatriya Andolan : કારડીયા રાજપૂત અને ક્ષત્રિય દરબાર સમાજનો BJP ને ટેકો, કોળી સમાજનું પણ સમર્થન

આ પણ વાંચો----- VADODARA : ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી નાગરિક ધર્મ નિભાવવા અપીલ

Tags :
Advertisement

Trending News

.

×