Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MP : મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનમાં પોતાના ઘેર રાત્રે રોકાઇ શકશે નહી, જાણો કેમ...

 MP: ભાજપે ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. પરંતુ તે ઉજ્જૈનમાં રાત વિતાવી શકશે નહીં. વાસ્તવમાં આની પાછળ એક પ્રાચીન માન્યતા હોવાનું માનવામાં આવે છે. MPના ઉજ્જૈનને મહાકાલની નગરી માનવામાં આવે છે. ઉજ્જૈન વિશે...
mp   મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનમાં પોતાના ઘેર રાત્રે રોકાઇ શકશે નહી  જાણો કેમ

 MP: ભાજપે ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવને મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. પરંતુ તે ઉજ્જૈનમાં રાત વિતાવી શકશે નહીં. વાસ્તવમાં આની પાછળ એક પ્રાચીન માન્યતા હોવાનું માનવામાં આવે છે. MPના ઉજ્જૈનને મહાકાલની નગરી માનવામાં આવે છે. ઉજ્જૈન વિશે એવી માન્યતા છે કે આ શહેરનો રાજા અને માલિક મહાકાલ છે. આ કારણથી ઉજ્જૈનમાં કોઈ સીએમ કે વીવીઆઈપી રાત્રી રોકાણ કરતા નથી. લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ સીએમ કે રાજા ઉજ્જૈનમાં રાત્રી રોકાણ કરે છે ત્યારે તેમની સાથે કંઈક અઘટિત થવાની સંભાવના રહે છે.

Advertisement

શું મોહન યાદવ ઉજ્જૈનમાં રાત વિતાવી શકશે?

આવી સ્થિતિમાં સવાલ એ છે કે ઉજ્જૈનના રહેવાસી અને દક્ષિણ ઉજ્જૈનથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નવા મુખ્યમંત્રી ડો.મોહન યાદવ શું પોતાના ઘરે રાતનો આરામ કરી શકશે? આ સવાલ પર મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીનું કહેવું છે કે સીએમ મોહન યાદવ પુત્ર બનીને શહેરમાં રહી શકે છે, પરંતુ સીએમ બનીને નહીં. મહેશ પૂજારી કહે છે કે સિંધિયા શાહી પરિવારના લોકો પણ શહેરથી 15 કિલોમીટર દૂર રહેતા હતા.

Advertisement

બીજા રાજા ઉજ્જૈનમાં રાત વિતાવી શકતા નથી

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે મહાકાલની નગરી MPના ઉજ્જૈનમાં મહાકાલને રાજા માનવામાં આવે છે. ઉજ્જૈનમાં એવી પરંપરા રહી છે કે અન્ય કોઈ રાજા અહીં રાત વિતાવી શકતા નથી. રાજા સાથે કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. આ માન્યતા આજ સુધી અનુસરવામાં આવે છે. ઉજ્જૈનમાં, મહાકાલને જ ગોડ ઓફ ઓનર આપવામાં આવે છે.

Advertisement

જે પણ શાસક બને છે તે એક રાત માટે છે.

એક કથા એવી પણ છે કે પ્રાચીન કાળથી એવું માનવામાં આવે છે કે ઉજ્જૈનમાં જે પણ શાસક બને છે તે એક રાત માટે રાજા રહેતો હતો અને બીજા દિવસે તેનું મૃત્યુ થઈ જાય છે. આ માન્યતાને ખાળવા માટે રાજા વિક્રમાદિત્યએ એવી પરંપરા શરૂ કરી હતી કે ઉજ્જૈનમાં જે પણ રાજા હશે તે મહાકાલની નીચે કામ કરશે. તે માત્ર મહાકાલના પ્રતિનિધિ હશે.

પીએમ, સીએમ, રાષ્ટ્રપતિને પણ રોકાતા નથી

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી મહાકાલની નગરીમાં રહેતા નથી. એવું પણ કહેવાય છે કે ઉજ્જૈનમાં જેણે રાત્રે આરામ કર્યો તેમણે ખુરશી ગુમાવી દીધી.

આ નેતાઓની ખુરશી જતી રહી હતી

લોકો કહે છે કે દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ મહાકાલના દર્શન માટે આવ્યા હતા. તેમણે ઉજ્જૈનમાં એક રાત આરામ કર્યો. બીજા જ દિવસે સરકાર પડી. કેટલાક લોકો એવું પણ કહે છે કે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ ઉજ્જૈનમાં રોકાયા હતા. માત્ર 20 દિવસ બાદ તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ઈન્દિરા ગાંધી પણ મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. બહારથી દર્શન કરીને તે નીકળી ગયા હતા. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પોતે અને અન્ય મંત્રીઓ ક્યારેય ઉજ્જૈનમાં રાત્રે રોકાયા નથી.

આ પણ વાંચો----RAJASTHAN : ભજનલાલ…અમિત શાહના નીકટ અને સંગઠનના વફાદાર

Tags :
Advertisement

.