Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BOTAD : બોટાદમાં કોંગ્રેસ અને આપની કમર તૂટી, મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

BOTAD : બોટાદ ( BOTAD )  જિલ્લા કોંગ્રેસ તેમજ આપને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે, 100 થી વધુ આપ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આપ તેમજ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આપ તેમજ કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદેદારો...
03:29 PM Apr 29, 2024 IST | Harsh Bhatt

BOTAD : બોટાદ ( BOTAD )  જિલ્લા કોંગ્રેસ તેમજ આપને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે, 100 થી વધુ આપ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આપ તેમજ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આપ તેમજ કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદેદારો કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં નરેન્દ્ર મોદીનો વિકાસ અને કોંગ્રેસ કોઈ નિર્ણાયક કામગીરી કરતા ન હોય પક્ષ છોડી ભાજપમાં આવ્યાનું આગેવાન નિવેદન આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યાર બોટાદ ( BOTAD ) જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો હતો. બોટાદ ( BOTAD ) જિલ્લા આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના લઘુમતી મોરચાના આગેવાનો એ આજે આપ તેમજ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ,જિલ્લા લખુમતી મોરચાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનોના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આજ રોજ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્યામ હુસેન સહિત બોટાદ નગરપાલિકાના પૂર્વ સભ્યો તેમજ જિલ્લા સંગઠનના આગેવાનો મળી આશરે 100 થી વધુ લઘુમતી સમાજના આગેવાનો એ ભાજપનો ખેસ પહેર્યો હતો.

આ બાબત અંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે, આપ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્રારા આજે ભાજપમાં જોડાતા ભાજપ વધુ મજબૂત બનશે અને આગામી દિવસોમાં તેનો પક્ષને લાભ મળશે. તેવી વાત સાથે જિલ્લા ભાજપ તેમજ શહેર ભાજપના આગેવાનો દ્રારા તમામને આવકાર આવી ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : AHMEDABAD : મધુવન ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી, 40 લોકો ફસાયાનું અનુમાન

Tags :
AAPBHAJAPBHAJAP BHARTI MELABotadCongressGUJARAT BHAJAPGujarat Electionloksabha 2024loksabha election
Next Article