Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Supreme Court તરફથી મોટા સમાચાર, શું બધા EVM મત VVPAT સ્લિપ સાથે મેચ થશે?

VVPAT સ્લિપ દ્વારા EVM મતોની 100 ટકા ચકાસણીની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં રેન્ડમલી પસંદ કરાયેલા પાંચ EVM ની VVPAT સ્લિપની ચકાસણી કરવામાં આવે...
supreme court તરફથી મોટા સમાચાર  શું બધા evm મત vvpat સ્લિપ સાથે મેચ થશે

VVPAT સ્લિપ દ્વારા EVM મતોની 100 ટકા ચકાસણીની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં રેન્ડમલી પસંદ કરાયેલા પાંચ EVM ની VVPAT સ્લિપની ચકાસણી કરવામાં આવે છે.

Advertisement

બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે આપણે દરેક બાબતમાં શંકા કરવાની જરૂર નથી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે, જે મતદારને એ જોવા માટે સક્ષમ બનાવે છે કે તેનો મત યોગ્ય રીતે પડ્યો છે કે નહીં.

Advertisement

EVM ની ટીકા પર કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી...

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) EVM ની ટીકા અને બેલેટ પેપર પરત લાવવાની માંગ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, ભારતમાં ચૂંટણી પ્રક્રિયા એક વિશાળ કાર્ય છે અને આ સિસ્ટમને નબળી બનાવવાનો કોઈ પ્રયાસ થવો જોઈએ નહીં. કોર્ટે એ પણ ઉલ્લેખ કર્યો છે કે ચૂંટણીના પરિણામો સાથે ચેડાં કરવા માટે મતદાન તબક્કા દરમિયાન મતદાન મથકો કેવી રીતે કબજે કરવામાં આવ્યા હતા.

Advertisement

EVM સાથે છેડછાડ શક્ય નથી: ચૂંટણી પંચ

VVPAT કેસની સુનાવણી કરી રહેલા જજે ચૂંટણી પંચના અધિકારીને સવાલ કર્યો કે, તમારી પાસે કેટલા VVPAT છે? અધિકારીએ જવાબ આપતા કહ્યું કે અમારી પાસે 17 લાખ છે. જેના પર જજે બીજો સવાલ કરતા પૂછ્યું કે EVM અને VVPAT ની સંખ્યા કેમ અલગ-અલગ છે? જેના પર ચૂંટણી અધિકારીએ જજને સંતોષકારક જવાબ આપતા કહ્યું કે મોક પોલમાં ઉમેદવારો તેમની ઈચ્છા મુજબ કોઈપણ મશીનનું પરીક્ષણ કરી શકે છે. આ ઉપરાંત અધિકારીએ એમ પણ કહ્યું કે આંકડા વિશે જાણકારી મેળવવી કે તેની સાથે છેડછાડ કરવી શક્ય નથી.

ચૂંટણી પંચે કહ્યું VVPAT કેવી રીતે કામ કરે છે?

ચૂંટણી પંચના એક અધિકારીઓ જજોને સંબોધિત કરીને જણાવ્યું હતું કે બટન યુનિટમાં માત્ર એ જ માહિતી હોય છે કે કયા નંબરનું બટન દબાવવામાં આવ્યું. આ માહિતી કંટ્રોલ યુનિટનમાં જાય છે અને કંટ્રોલ યુનિટમાંથી VVPAT ને પ્રિન્ટીંગનો આદેશ જાય છે. આના પર જજે પૂછ્યું કે, તો પછી VVPAT ક્યાં નિશાનને પ્રકાશિત કરવું એ કેવી રીતે જાણી શકે? જેના પર અધિકારીએ કહ્યું કે એક ખૂબ જ નાનું સિમ્બોલ લોડિંગ યુનિટ છે, જે ટીવીના રિમોટ જેવા આકારનું હોય છે. તેને બહારથી નિયંત્રિત કરી શકાતું નથી કારણ કે તે ઈન્ટરનેટ અથવા કોઈપણ બહારના નેટવર્કથી કનેક્ટ થઈ શકતું નથી. આ એકમ કંટ્રોલ યુનિટમાંથી મળેલા કમાંડને પ્રોસેસ કરીને VVPAT ને માહિતી આપે છે.

આ પણ વાંચો : EVMને હેક કરી શકાતું નથી અને તેની સાથે છેડછાડ પણ શક્ય નથી-સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ

આ પણ વાંચો : ED એ કોર્ટમાં કર્યો મોટો દાવો, ‘અરવિંદ કેજરીવાલ જાણી જોઈને ખાય છે મીઠાઈ…’

આ પણ વાંચો : ED : શિલ્પા શેટ્ટીના પતિ સામે મોટી કાર્યવાહી….

Tags :
Advertisement

.