Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Assembly Election Result : મોદી મતલબ મેજીક, દેશ આખાએ PM મોદીની વિકાસનીતિ સ્વીકારી

તમામ રાજ્યોમાં મોદી લહેરની જોવા મળી સીધી અસર વડાપ્રધાન મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે વિપક્ષ ફેઇલ દરેક રાજ્યમાં સંગઠન સ્તરે PM મોદીનું વિઝન સહુનો સાથ, સહુનો વિકાસ, સહુનો વિશ્વાસ સૂત્ર ચાલ્યું સત્તાની સેમિફાઇનલમાં વડાપ્રધાન મોદીની મોટી જીત કેન્દ્રની યોજનાઓને જનતા...
assembly election result   મોદી મતલબ મેજીક  દેશ આખાએ pm મોદીની વિકાસનીતિ સ્વીકારી
  • તમામ રાજ્યોમાં મોદી લહેરની જોવા મળી સીધી અસર
  • વડાપ્રધાન મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે વિપક્ષ ફેઇલ
  • દરેક રાજ્યમાં સંગઠન સ્તરે PM મોદીનું વિઝન
  • સહુનો સાથ, સહુનો વિકાસ, સહુનો વિશ્વાસ સૂત્ર ચાલ્યું
  • સત્તાની સેમિફાઇનલમાં વડાપ્રધાન મોદીની મોટી જીત
  • કેન્દ્રની યોજનાઓને જનતા સુધી પહોંચાડવામાં સફળ
  • કોંગ્રેસની ગેરેંટી સામે એકલી મોદી ગેરેંટી જ ચાલી
  • મતદારોએ મોદી ગેરેંટીને ખોબલે ખોબલે સ્વીકારી
  • PM મોદીએ દરેક રાજ્યોનું બારીકાઇથી કર્યું વિશ્લેષણ
  • પોતાના સહુથી ભરોસાપાત્ર સૈનિકોને ઉતાર્યા મેદાને
  • વડાપ્રધાન મોદીના શબ્દોમાં જનતાએ મુક્યો વિશ્વાસ
  • મધ્યપ્રદેશમાં 'PMના મનમાં મધ્યપ્રદેશ' સૂત્ર ચાલ્યું
  • મોદી મેજીક સામે ન ચાલી ગેહલોતની જાદૂગરી
  • રાજસ્થાનમાં 'મોદી સાથે અપનો રાજસ્થાન' સૂત્ર ચાલ્યું
  • દરેક ચહેરા સામે જનતાને એક જ ચહેરા પર ભરોસો

એકવાર ફરી PM મોદીનો મેજીક જોવા મળ્યો છે. નવેમ્બરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી જનતાનું દિલ જીતી લીધું છે. જેનો પૂરો શ્રેય વડાપ્રધાન મોદી અને તેમની નીતિઓને જાય છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન મોદીને આ જીતના હીરો તરીકે જોઇ રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત 4 રાજ્યોની મત ગણતરીમાં ભાજપને મોટી જીત મળી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે બહુમતી મેળવી છે. છત્તીસગઢમાં પણ ભાજપે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને 57 બેઠકો પર લીડ મેળવી છે. આ રીતે ભાજપની સફળતાથી એક્ઝિટ પોલ પણ ખોટા સાબિત થયા છે. કોઈ એક્ઝિટ પોલમાં ભાજપને છત્તીસગઢમાં આગળ દેખાડવામાં આવ્યું ન હતું, પરંતુ હવે તે અહીં બહુમતીના આંકની નજીક લાગે છે.

Advertisement

હિન્દી પટ્ટીના ત્રણ રાજ્યોમાં કમળનું ફૂલ ખીલ્યું 

દેશની રાજનીતિમાં આજે ચૂંટણીના પરિણામોનો દિવસ છે. પાંચમાંથી ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો આજે આવી રહ્યા છે. ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે. હિન્દી પટ્ટીના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કમળનું ફૂલ ખીલ્યું છે. સાથે જ કોંગ્રેસને માત્ર તેલંગાણાની જીતથી સંતોષ માનવું પડ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા આ મહત્વપૂર્ણ ચૂંટણી જંગમાં નિર્ણાયક વિજય મેળવ્યા બાદ ભાજપની છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ ધાર્યું પરિણામ ન મળવાથી કોંગ્રેસ છાવણીમાં નિરાશા જોવા મળી રહી છે. કોંગ્રેસે માત્ર રાજસ્થાન જ ગુમાવ્યું નથી, પરંતુ છત્તીસગઢ કે જેના પર તેને સૌથી વધુ વિશ્વાસ હતો તે પણ તેના હાથમાંથી સરકી ગયું છે. અહીં માત્ર સરકારના મોટા મંત્રીઓ જ નહીં પરંતુ ખુદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સીટ પણ ફસાઈ ગઇ છે. તેમને તેમના ભત્રીજા અને ભાજપના ઉમેદવાર વિજય બઘેલ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરના ચૂંટણી પરિણામો પર ભાજપ અને વિપક્ષના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત

મધ્યપ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવતી જોવા મળી રહી છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્રણેય રાજ્યોમાં વડાપ્રધાન ચૂંટણીનો ચહેરો હતા. આવી સ્થિતિમાં, બાકીના નેતાઓ અને જનતા જંગી બહુમતીનો શ્રેય વડાપ્રધાન મોદીને આપી રહ્યા છે. જણાવી દઇએ કે, આ વખતે રાજસ્થાનમાં 199 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 200 વિધાનસભા મતવિસ્તારો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી ભાજપ 114 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 66 બેઠકો પર આગળ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારને સંપૂર્ણ આશા હતી કે તે ફરી સત્તામાં આવશે. પરંતુ પરંપરા મુજબ જનતાએ આ વખતે કોંગ્રેસ નહીં પણ ભાજપને પસંદ કરી છે.

Advertisement

PM મોદીનો વીડિયો વાયરલ

આ દરમિયાન વડાપ્રધાન મોદીનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  PM મોદીનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે ચૂંટણી પ્રચારનો નથી પરંતુ જૂનો છે. આ વીડિયો લોકસભામાં આપેલા ભાષણનો અંશ છે. આ વીડિયોમાં PM મોદી લોકસભામાં બેઠેલા વિપક્ષી સભ્યોના મોંઢા પર તાળા મારતા જોવા મળે છે. આ વીડિયો હવે ઝડપથી શેર થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે PM મોદીનું આ નિવેદન તેમના વિરોધીઓને જડબાતોડ જવાબ છે.

Advertisement

જાણો PM મોદીએ શું કહ્યું હતું 

PM મોદી વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યા છે, 'આદરણીય અધ્યક્ષ, દેશ જોઈ રહ્યો છે, એક અકેલા કિતનો પર ભારી પડ રહા હૈ... તેઓએ સૂત્રોચ્ચાર કરવા માટે પણ સાથે આવવું પડે છે. હું એક કલાકથી બોલી રહ્યો છું. હું દેશ માટે જીવું છું અને દેશ માટે કંઈક કરવા બહાર નીકળ્યો છું. આ લોકો રાજકારણની રમત રમે છે, તેમનામાં એટલી હિંમત નથી. તેઓ બચવાનો રસ્તો શોધી રહ્યા છે. વીડિયો સતત જોવામાં આવી રહ્યો છે. ભાજપ કાર્યકર્તાઓ પણ આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો - Assembly Election Result : મોદી મેજીક સામે વિપક્ષ ફેઇલ, પોતાનું ગઢ પણ ન બચાવી શકી કોંગ્રેસ

આ પણ વાંચો - Assembly Election : 3 ડિસેમ્બરે 3 રાજ્યો અને 3 મોટા કોંગ્રેસી નેતાઓનો રાજકીય સૂર્યાસ્ત! શું પાર્ટી લેશે મોટો નિર્ણય ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.