Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Assembly Election Result : મધ્ય પ્રદેશમાં ભાજપને મળવા જઇ રહી છે બમ્પર જીત, જાણો શું કહે છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

આજે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. મતગણતરી હજું પણ ચાલું છે. ત્યારે તાજેતરમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ ત્રણ રાજ્યોમાં ભાજપને જીત મળી રહી છે. જેમા ખાસ કરીને મધ્ય પ્રદેશમાં ભાજપને બમ્પર જીત મળવા જઇ...
02:43 PM Dec 03, 2023 IST | Hardik Shah

આજે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. મતગણતરી હજું પણ ચાલું છે. ત્યારે તાજેતરમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ ત્રણ રાજ્યોમાં ભાજપને જીત મળી રહી છે. જેમા ખાસ કરીને મધ્ય પ્રદેશમાં ભાજપને બમ્પર જીત મળવા જઇ રહી હોય તેવું તાજેતરમાં સામે આવેલા આંકડાઓ પરથી સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ગુજરાત ફર્સ્ટની ટીમને જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું ?

મધ્ય પ્રદેશમાં દેખાતી જીત પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ગુજરાત ફર્સ્ટની ટીમને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું મધ્ય પ્રદેશમાં ભાજપની જીતનો શ્રેય અહીંની જનતાને આપું છું. તેવી જ રીતે હું આ જીતનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આપવા માંગું છું. અને ખાસ કરીને જો કોઇને આ જીતનો શ્રેય જાય છે તો તે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપું છું. જેમણે આ જીત પહેલા જ એલાન કર્યું હતું કે મધ્ય પ્રદેશના મનમાં મોદી અને મોદીના મનમાં છે મધ્ય પ્રદેશ. વળી આ સાથે હું આ જીતનો શ્રેય અમારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને આપવા માંગુ છું.

મધ્ય પ્રદેશમાં એન્ટી ઇન્કમ્બન્સી નહી પ્રો ઇન્કમ્બન્સી : સિંધિયા

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને અમારા પાર્ટી અધ્યક્ષ બી.ડી.શર્માજીને પણ હું આ દેખાતી જીત પર શ્રેય આપવા માંગીશ. જેમણે પાર્ટીના કેમ્પેઇનને લીડ કર્યું અને અમે સૌ કાર્યકર્તાઓએ પૂર્ણ મહેનત કરી કાર્યકર્તા તરીકે. તેમણે આગળ કહ્યું કે, મે પહેલા જ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં એન્ટી ઇન્કમ્બન્સી નથી પ્રો ઇન્કમ્બન્સી છે. અને તમે આજે જોઇ જ શકો છો કે જનતા તે વાત પર સીલ લગાવી દીધું છે.

આ પણ વાંચો - Telangana Election 2023: ભારત જીતવા નિકળેલા KCRએ ગૃહરાજ્ય પણ ગુમાવ્યું

આ પણ વાંચો - Assembly Election Result : શું તમે જાણો છો કેવી રીતે થાય છે મતગણતરી ? જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Assembly Election ResultAssembly Election Result 2023BJPCongressElection resultJyotiraditya ScindiaMadhya PradeshUnion Minister Jyotiraditya ScindiaVidhansabha ElectionVidhansabha Election 2023Vidhansabha Election Result
Next Article