Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં BSNL એ ગ્રાહકોને 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર: Jyotiraditya Scindia

BSNL માં 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર સુવિધા તૈયાર કરવામાં આશરે 1.5 વર્ષનો સમય લાગ્યો 4G Network ના એક લાખ ટાવર લગાવવામાં આવશે BSNL 4G Network: Jio, Airtel, Vodafone અને Idia એ જુલાઈની શરૂઆતમાં પોતાના રિચાર્જ પ્લાનની...
દેશમાં bsnl એ ગ્રાહકોને 4g network ની સુવિધા આપવા માટે તૈયાર  jyotiraditya scindia
  • BSNL માં 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર

  • સુવિધા તૈયાર કરવામાં આશરે 1.5 વર્ષનો સમય લાગ્યો

  • 4G Network ના એક લાખ ટાવર લગાવવામાં આવશે

BSNL 4G Network: Jio, Airtel, Vodafone અને Idia એ જુલાઈની શરૂઆતમાં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારે દેશની સૌથી ટોચની Telecom Company એ પોતાની ગ્રાહકોને જે સુવિધા મળી હતી, તેમાં ફેરફાર કર્યો હતો. તો ગ્રાહકોએ તાત્કાલિક ધોરણે દેશની સરકારી Telecom Company BSNL ની તરફ વળ્યા હતાં. તો બીજી તરફ અત્યાર સુધીમાં BSNL જે ગ્રાહકોને 4G ની સુવિધા આપતું હતું, તેમાં ફેરફાર કર્યો છે.

Advertisement

BSNL માં 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર

ત્યારે ભારતના સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજરોજ જાહેર કર્યું છે કે, BSNL માં ગ્રાહકોની સંખ્યામાં એકસાથે બહોળા પ્રમાણમાં વધારો થયો છે. તે ઉપરાંત BSNL માં 4G Network ની સુવિધા આપવા માટે તૈયાર છે. તો આગામી સમયમાં BSNL ના ગ્રાહકોને 5G Network ની પણ સુવિધા આપવા પર કામ શરૂ કરવામાં આવ્યું છે. BSNL માં 4G Network ની સુવિધા થોડા મહિનામાં સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ હતો કે જો આપણે સરકારી કંપનીનું નેટવર્ક વિકસાવવું હશે તો અમે ચીન કે અન્ય કોઈ દેશની સાધનસામગ્રીનો ઉપયોગ નહીં કરીએ.

Advertisement

આ પણ વાંચો: આ 6 સંકેતો જે દર્શાવે છે શરીરમાં પ્રોટીનની ઉણપ, નજરઅંદાજ કરવાની ભૂલ ના કરતા!

સુવિધા તૈયાર કરવામાં આશરે 1.5 વર્ષનો સમય લાગ્યો

કેન્દ્રીય ટેલિકોમ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત હેઠળ વચન આપ્યું છે કે India Radiation Access Network (RAN) પોતાનું 4G સ્ટેક, કોર સિસ્ટમ અથવા ટાવર વિકસાવશે. ભારત પોતાની ટેક્નોલોજી વિકસાવશે અને દેશવાસીઓને 4G Network સુવિધા પ્રદાન કરશે. આ સુવિધા તૈયાર કરવામાં આશરે 1.5 વર્ષનો સમય લાગ્યો છે. ભારત પોતાની સ્વદેશી ટેક્નોલોજી ધરાવતો ટાવર લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

Advertisement

4G Network ના એક લાખ ટાવર લગાવવામાં આવશે

BSNL 4G Network, C-DOT અને TCS જેવી ભારતીય કંપનીઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે અને BSNL તેનો અમલ કરી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, અમે ઓક્ટોબરના અંત સુધીમાં 80,000 ટાવર લગાવીશું અને બાકીના 21,000 ટાવર આવતા વર્ષે માર્ચ સુધીમાં લગાવી દેવામાં આવશે. એટલે કે માર્ચ 2025 સુધીમાં 4G Network ના એક લાખ ટાવર લગાવવામાં આવશે.

આ પણ વાંચો: Breast Cancer ના લક્ષણો AI ની મદદથી આશરે 4-5 વર્ષ પહેલા જાણી શકાશે!

Tags :
Advertisement

.