Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli : સાંસદ નારણ કાછડીયાએ લગાવ્યો સનસનીખેજ આરોપ

Amreli : લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને ધીમે ધીમે ભાજપમાં કકળાટ બહાર આવી રહ્યો છે. અમરેલી (Amreli) ના સાંસદ નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવ્યો કે અમરેલીમાં મજબૂત ચહેરાઓ હતા પણ તેમને ટિકિટ મળી ન હતી. ગુજરાતીમાં...
12:29 PM May 10, 2024 IST | Vipul Pandya
amreli bjp

Amreli : લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે અને ધીમે ધીમે ભાજપમાં કકળાટ બહાર આવી રહ્યો છે. અમરેલી (Amreli) ના સાંસદ નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવ્યો કે અમરેલીમાં મજબૂત ચહેરાઓ હતા પણ તેમને ટિકિટ મળી ન હતી. ગુજરાતીમાં થેંક્યુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે. ઉમેદવાર ભરત સુતરીયા સામે તેમણે નારાજગી પ્રગટ કરી હતી. ભરત સુતરીયાની પસંદગીના મામલે તેમણે ભાજપ હાઇકમાન્ડને આડે હાથ લીધું હતું.

ભાજપના કાર્યકર્તાઓને તોડવાની ધમકીઓ આપતા હતા

ભાજપમાં હવે ઉમેદવારોની પસંદગીના મામલે ધીમે ધીમે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ચૂંટણીના મતદાન બાદ હવે બળાપો વ્યક્ત કર્યો છે. તેમણે એક બેઠકમાં કહ્યું હતું કે હું 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું અને કાર્યકર્તા સાથે જોડાયેલો છું. કાર્યકર માટે રાત્રિના પણ કોલ કરજો, તમારા માટે હું દોડ્યો આવીશ. તેમણે આરોપ પણ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓને તોડવાની ધમકીઓ આપતા હતા અને પોલીસની ધમકીઓ આપતા હતા.

અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડીયાની નારાજગી બહાર આવી હતી. કોંગ્રેસને પ્રોત્સાહન મળે ટિકિટ મળે ને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી તેમ જણાવતાં નારણ કાછડીયાએ કહ્યું કે ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હંફાવે છે. અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા તેમ નારણ કાછડીયાએ જણાવ્યું હતું.

17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો

તેમણે કહ્યું કે 2019 માં 2 લાખ ઉપરાંતની જીત્યા હતા કે જિલ્લા પંચાયત કે એકપણ ધારાસભ્ય ન હતા છતાં ભાજપને લીડ મળી હતી.
અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્સનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો હોવાનો આરોપ નારણ કાછડીયાએ લગાવ્યો હતો.

ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા

નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે અમરેલી બેઠકમાં દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા પણ ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.

ભાજપમાં 40 વર્ષથી કામ કરે છે તેને સાઇડ લાઇન કરવામાં આવે છે

નારણ કાછડીયાએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે અન્ય પાર્ટીમાંથી લેવા જરુરી છે પણ ભાજપના કાર્યકરોને ભોગે નહીં. મને ટિકિટ ન મળી એટલે બોલ્યો છું તેવું નથી. ભાજપના કાર્યકરો ને લાભ મળવો જોઇએ. ભાજપને જે નવા લોકો આવે છે તેમને સન્માન મળે છે અને ભાજપમાં 40 વર્ષથી કામ કરે છે તેને સાઇડ લાઇન કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કાર્યકરોમાં ઉદાસીનતા ઓછી હતી જેથી મતદાન ઓછું થયું. અમરેલીમાં મજબૂત હતા. જો કે સતત સવાલો કરતાં તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો નારાજ નથી. ભાજપના કાર્યકર આગળ વધે તે જ વાત હતી. મે કાર્યકરોની વેદના વ્યક્ત કરી હતી.

તેમણે બોલવાની હિંમત કરી.

આ મામલે અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતે કહ્યું કે હું દિલીપ સંઘાણી અને નારણભાઇને અભિનંદન આપું કે તેમણે બોલવાની હિંમત કરી. આ નારણભાઇની વ્યથા બહાર આવી છે. તાનાશાહ વિરુદ્ધ હવે પક્ષમાંથી ખુલીને અવાજ બહાર આવ્યો છે. નારણભાઇની વાત એકદમ યોગ્ય છે. આગળ શું થાય છે તે જૂઓ. નારણભાઇ સ્પષ્ઠ વક્તા છે. ભાજપમાં પાયાના કાર્યકરનું સન્માન થતું નથી.

 

આ પણ વાંચો----- IFFCO : દેશની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મોટા સમાચાર, દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી

આ પણ વાંચો----- આ વખતે રાજકોટના નાગરિકોએ સૂઝબૂઝ સાથે મતદાન કર્યું: પરેશ ધાનાણી

Tags :
AmreliAMRELI BJPbharat sutariyaBJPCongressGujaratGujarat BJPGujarat Firstloksabha election 2024Naran Kachdia
Next Article