ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહની Exclusive વાતચીત, શહેન‘શાહ’નો હુંકાર ‘અબ કી બાર 400 પાર’

Exclusive: ગુજરાતના સાણંદ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચંડ પ્રચાર માટે ભવ્ય રોડ શોનો પ્રારંભ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મોટા માર્જિગ સાથે બીજેપીનો વિજય...
11:35 AM Apr 18, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Amit Shah exclusive conversation with Gujarat First

Exclusive: ગુજરાતના સાણંદ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચંડ પ્રચાર માટે ભવ્ય રોડ શોનો પ્રારંભ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર મોટા માર્જિગ સાથે બીજેપીનો વિજય થવાનો છે. સાણંદમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભવ્ય રોડ શોની શરૂઆત કરી છે. જેમાં ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, હું અત્યારે આખા ભારતનો પ્રવાસ કરીને ભારત ભરના લોકોને મળીને આવ્યો છું. ભારતના લોકોએ બીજેપીને જીતાડવાનો સંકલ્પ કર્યો છે. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટ સાથે અમિત શાહે ખાસ વાતચીત કરી હતી. આજે ગાંધીનગરના રોડ શોમાં ગુજરાત ફર્સ્ટ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ‘અબ બાર 400 પારְ’ નો નારો સફળ થવાનો છે.

400 પારનો નારો કેટલો કારગર નિવડશેઃ ગુજરાત ફર્સ્ટ રિપોર્ટર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરતા ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર નિકુંજ જાનીએ સવાલ કર્યો કે, અમિતભાઈ ક્યા એવા મુદ્દા લાગે છે કે, જેના આધાર જનતા ભાજપને 400 પાર લઈ જશે અને બીજેપીને જીતાડશે. આનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હું ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ સહિત સમગ્ર ભારતભરનો પ્રવાસ કરીને છેલ્લે ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર દેશમાં 400 પારના નારાને સફળ કરવાનો ઉત્સાહ જનતાની અંદર દેખાય છે.’ નોંધીય છે કે, અમિત શાહ કેટલાય દિવસથી ભારતભરનો પ્રવાસ કરી રહ્યા છે. જેના આધારે તેમણે કહ્યું કે, ભારતના લોકો બીજેપીને 400 પાર લઈ જશે અને જંગી બહુમતીથી જીતાડશે.

નરેન્દ્રભાઈ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યોઃ અમિત શાહ

ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર નિકુંજ જાનીએ અમિત શાહને સવાલ કર્યો હતો કે, કયા મુદ્દાના આધારે જનતા બીજેપીને જીતાડશે. જેના જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ આતંકવાદ અને નક્સલવાદથી દેશને મુક્ત કર્યો છે. 370ની કલમ હટાવી, રામ મંદિરનું નિર્માણ થવું, ત્રીપલ તલ્લાક સમાપ્ત કરવા અને 80 કરોડથી વધારે જનતાને ગરીબોના કલ્યાણ માટે જ યજ્ઞ થયો છે. તેની નિશ્ચિતરૂપે ગરીબોમાં મન પર નવો સંચાર થયો છે. તેના આધારે દેશના લોકો બીજેપીને મત આપીને જીતડશે.હુ આજે સાતે સાત વિધાનસભા મતવિસ્તારોમાં જઈ લોકોને મળીને ફોર્મ ભરવા માટે જવાનો છું.

ગુજરાત ફર્સ્ટના સંવાદદાત નિકુંજ જાનીનો ખાસ અહેવાલ

આ પણ વાંચો: Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ, ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે, જાણો તેમનો રોડ મેપ

આ પણ વાંચો:  NAVSARI : આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R PATIL શક્તિપ્રદર્શન સાથે નોંધાવશે પોતાની ઉમેદવારી

Tags :
Amit Shah exclusive conversationAmit Shah exclusive conversation with Gujarat FirstExclusive conversationexclusive conversation with Gujarat FirstGujarat FirstGujarat First ExclusiveGujarat First exclusive NEwsGujarat NewsGujarati News