અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જોડાયા બાદ PM નરેન્દ્ર મોદી વિશે કહી આ વાત..
Alpesh Kathiria : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આપના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ જોડે ભાજપમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અલ્પેશ કાથીરિયાએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રની વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણની નિતિના કારણે વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે.વડાપ્રધાનની આ વિચારધારાથી પ્રેરિત થઈ આજે ભાજપમાં જોડાવાની તક મળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલા કેસો પરત ખેંચવાની પણ પાર્ટીએ ખાતરી આપી છે.જે કેસો પરત ખેંચાય તે દિશામાં પાર્ટીમાં રહીને પ્રયત્નો કરવામાં આવશે.
અલ્પેશ સાથે ઘણી વાર મળવાનું થયું છે: ભાજપ પ્રદેશ અધ્યક્ષ
અલ્પેશ કથીરિયા ( Alpesh Kathiria ) ગુજરાત આપ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા બન્યા હતા. તેમની સાથે ધાર્મિક માલવિયા પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાથી હવે સુરત કોંગ્રેસની કમર તૂટી છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, સમયની મર્યાદા છે એટલા માટે કોઈનું નામ નથી લેતો. સૌને મારા વંદન છે.અલ્પેશ સાથે ઘણી વાર મળવાનું થયું છે. વર્ષ 2022 ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું પરંતુ હમણાં સુધીના તેને કોઈએ કહ્યું ના મેં કોઈને કહ્યું..જ્યાં એક નૈતિકતા જાળવવી જોઈએ.આ દેશ સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યો છે.આજે દેશમાં વિકસિત ભારતનો પાયો નખાયો છે.
ભાજપને સૌથી આગળ લઈ જવામાં સૌરાષ્ટ્રના લોકોનો મોટો ફાળો: ભાજપ પ્રદેશ અધ્યક્ષ
વધુમાં તેમણે પોતાના આ ભાષણમાં ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં પાયો નાખનાર સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો છે. ગુજરાતમાં ભાજપને સૌથી આગળ લઈ જવામાં સૌરાષ્ટ્રના લોકોનો મોટો ફાળો રહ્યો છે.વરાછાનો માનગઢ ચોક ભાજપનો મોટો ગઢ ગણાતો હતો ત્યારે ચૂંટણી પહેલા જ મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. સૌરાષ્ટ્ર સહિત 25 સીટો પર જીત અપાવવા હું સૌ ને આહવાન અને અપીલ કરું છું.
અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગુજરાત એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યું છે. પીએમ મોદીને ભારતના લોકો ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યા છે.વધુમાં આ વખતે ગુજરાતમાં હેટ્રિક કરવા તરફ ભાજપ આગળ વધી રહ્યું છે. મોદી સાહેબની યોજનાઓનો લાભ નીચે સુધી પોહચડવાના કારણે પીએમની લોકપ્રિયતા પણ વધી છે.
ગિડદની ધમકીઓથી ગભરાઈ જાય તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નથી: ભાજપ પ્રદેશ અધ્યક્ષ
સી આર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, "ફિર એકબાર મોદી સરકાર, અબકી બાર 400 પાર" આ સંકલ્પ આપણા મનમાં ઉત્સાહ વધારે છે. કોંગ્રેસીઓ હસતા હતા,કે મંદિર વહી બનાએગે પર તારીખ નહિ બતાયેંગે. કોંગ્રેસ સનાતન ધર્મમાં માનતું નથી.જે રામ ના નથી તે કોઈના નથી તે સૌએ યાદ રાખવાની જરૂર છે.વર્ષ 1980 બાદ ભાજપે કરેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે. ગિડદની ધમકીઓથી ઘભરાઈ જાય તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નથી.કાશ્મીર માં 370 ની કલમ શાંતિપૂર્ણ રીતે અમલ થઈ છે.
એક પથ્થર પણ ઉછળ્યો નથી.ત્રણ તલાકનો કાયદો રદ કરવામાં આવ્યો છે અને મુસ્લિમ બહેનોનો ડર મોદી સાહેબે દૂર કર્યો છે.ત્રણ તલાકની કલમ એક જ ઝાટકે દૂર કરી. 25 વર્ષની અંદર ગરીબી રેખા નીચે આવતા લોકોને બહાર લાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, ખેડૂત લાચાર ના હોવો જોઈએ.જેથી દર વર્ષે 6 હજાર ખેડૂતના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરી આપી, ઉપરાંત આયુષ્યમાન યોજના લાવવામાં આવી.ગરીબ વર્ગના માં-બાપનો દીકરા બની પીએમ એ આયુષ્યમાન કાર્ડનો લાભ આપ્યો છે. વધુમાં દલિત સમાજ સહિત અન્ય ગરીબ વર્ગના લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં આવ્યા છે. આવા લોકોને પાંચ લાખથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી.આચાર સહિતાનું સખ્તાઈથી આપણે સૌ અમલ કરીએ છે.
આંદોલન દરમ્યાન થયેલ પોલીસ કેસો પરત ખેંચવાની પાર્ટીએ ખાતરી આપી - અલ્પેશ કથીરિયા
વધુમાં અલ્પેશ કથીરિયા ( Alpesh Kathiria ) તેમજ ધાર્મિક માલવીયા જણાવ્યું હતું કે,એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા નરેન્દ્ર મોદીના નેજા હેઠળ દેશ આગળ વધી રહ્યો છે. આજે રાષ્ટ્ર હિતના અમે સારથી બનવા જઈ રહ્યા છે. ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરિત થઈ ભાજપમાં એક નવી શરૂવાત સાથે સારથી બની રહ્યા છે. વિકસિત ભારતનું નિર્માણ અને ભાજપનું વિજય નિશ્ચિત સાથે જય જય ગરવી ગુજરાત સાથે આગળ વધી રહ્યા છે.
Alpesh Kathiria
અલ્પેશ કથીરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે,અહીંનો ઇતિહાસ અનેરો છે.અહીંથી જ અમોને સમાજ હિતની લડાઈ લડવાનો અવસર મળ્યો હતો. થર્ડ ઇકોનોમી બનાવવાનું સપનું પીએમ નરેન્દ્ર મોદીએ જોયું છે. તેમની વિચારધારા સાથે પાર્ટીમાં જોડાવાની અમોને તક આપી તે બદલ આભાર વ્યક્ત કરું છું. આ તકે જે સિખ્યું છે,મંત્ર અને પ્રાર્થના વટવૃક્ષ સાથે અમે સૌનો આભાર માનીએ છે.આજે સમયનો અભાવ છે.પાર્ટી અને સમાજને ખાતરી આપીએ છે કે જ્યારે પણ સમાજને જરૂર હોય ત્યા ઉભા રહીશું.આંદોલન દરમ્યાન થયેલ.પોલીસ કેસો પરત ખેંચવાની પાર્ટીએ ખાતરી આપી છે.જેનો ઝડપી નિકાલ થાય તે દિશામાં પાર્ટીમાં રહી પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Ambaji Railway Blast: રેલવે પ્રોજેક્ટની ઘોર બેદરકારી, બ્લાસ્ટમાં ઉડેલા પથ્થરો લોકોના….