Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં ચૂંટણી પહેલા ભાજપે ભોજપુરી સુપર સ્ટારને બતાવ્યો બહારનો રસ્તો

Pawan Singh Expelled from BJP : ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહ (Bhojpuri superstar Pawan Singh) વિરુદ્ધ ભાજપે (BJP) મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, BJP એ બિહારની કરકટ લોકસભા સીટ (Karakat Lok Sabha seat) પરથી અપક્ષ ઉમેદવાર...
બિહારમાં ચૂંટણી પહેલા ભાજપે ભોજપુરી સુપર સ્ટારને બતાવ્યો બહારનો રસ્તો

Pawan Singh Expelled from BJP : ભોજપુરી સુપર સ્ટાર પવન સિંહ (Bhojpuri superstar Pawan Singh) વિરુદ્ધ ભાજપે (BJP) મોટી કાર્યવાહી કરી છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, BJP એ બિહારની કરકટ લોકસભા સીટ (Karakat Lok Sabha seat) પરથી અપક્ષ ઉમેદવાર (Independent Candidate) તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહને હાંકી કાઢ્યા છે. એટલે કે હવે પવન સિંહ ભાજપ (BJP) ના સભ્ય નથી. જણાવી દઈએ કે પવન સિંહ NDA ના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ આ કારણસર પવન સિંહની હકાલપટ્ટી કરી છે.

Advertisement

ભોજપુરી સ્ટાર પવન સિંહને ભાજપે બતાવ્યો બહારનો રસ્તો

બિહારમાં ચૂંટણી પહેલા જ ભાજપે મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ ભોજપુરી સ્ટાર પવન સિંહને બહારનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીએ પવન સિંહને હાંકી કાઢતો પત્ર પણ જારી કર્યો છે, જેમાં લખ્યું છે કે તમે લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છો. તમારી આ કાર્યવાહી પાર્ટી વિરોધી છે, જેનાથી પાર્ટીની છબી ખરાબ થઈ છે અને તમે પાર્ટી શિસ્ત વિરુદ્ધ આ કર્યું છે. તેથી આ પક્ષ વિરોધી કૃત્ય બદલ માનનીય પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ આપને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે. જણાવી દઇએ કે, બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા લોકસભા ચૂંટણી 2024 માં પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તેમણે ત્યાંથી ચૂંટણી નહીં લડવાનું કહીને ટિકિટ પરત કરી દીધી હતી. મૂળ ભોજપુર જિલ્લાના પવન સિંહે દક્ષિણ બિહારની કરકટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કરકટમાં સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. પવનના આગમન સાથે જ કરકટની હરીફાઈ ત્રિકોણીય બની ગઈ છે.

Advertisement

કરકટમાં 1 જૂને મતદાન થશે

ઉલ્લેખનીય છે કે NDA ગઠબંધને બિહારની કરકટ સીટ પર ઉપેન્દ્ર કુશવાહાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે INDIA ગઠબંધને રાજા રામ કુશવાહ પર દાવ લગાવ્યો છે. પવન સિંહ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે. પવન સિંહનું નામાંકન પણ સ્વીકારવામાં આવ્યું છે અને પવન સિંહને લઈને કરકટના યુવાનોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કરકટ લોકસભા સીટ માટે સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને 2 તબક્કાઓ થવાના બાકી છે. કરકટ બેઠક પર 1 જૂને મતદાન થવાનું છે. પવન સિંહ આ ચૂંટણીમાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

આ પણ વાંચો - Mithun Chakraborty ના રોડ શોમાં હંગામો, લોકોએ પથ્થરો અને કાચની બોટલો ફેંકી…

Advertisement

આ પણ વાંચો - UP ના એક પોલીંગ બૂથ પર 8 વખત મતદાન કરનારની ધરપકડ, સમગ્ર પોલીંગ પાર્ટી પણ સસ્પેન્ડ… Video

Tags :
Advertisement

.