Elections 2024 : ભોજપુરી અભિનેતા પવન સિંહે ચૂંટણી લડવા હવે શું કર્યું ?
Elections 2024 : ભાજપે (BJP) પશ્ચિમ બંગાળની આસનસોલ સીટ પરથી ભોજપુરી અભિનેતા અને ગાયક પવન સિંહ (Pawan Singh) ને ટિકિટ આપી હતી. પરંતુ પવન સિંહે કહ્યું હતું કે તેઓ કોઈ કારણસર ચૂંટણી લડી શકે તેમ નથી. જો કે હવે ભોજપુરી અભિનેતા અને ગાયક પવન સિંહે 2024ની લોકસભા ચૂંટણી (Elections) લડવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આસનસોલ બેઠક પરથી પવન સિંહના નામની જાહેરાત બાદ વિપક્ષી દળોએ ભાજપની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે હવે અભિનેતાએ ફરી એકવાર ચૂંટણી (Elections) લડવાની જાહેરાત કરી છે.
પવન સિંહે શું કહ્યું?
પવન સિંહે પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટિકિટ મળવા છતાં ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. જોકે હવે તેમણે ટ્વીટ કર્યું છે કે હું સમાજ, જનતા જનાર્દન અને માતાને કરેલો વાયદો પુરો કરવા ચૂંટણી લડીશ. આપ સૌના આશીર્વાદ અને સહકારની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે પવન સિંહે હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે તે આસનસોલથી ચૂંટણી લડશે કે અન્ય કોઈ સીટ પરથી.
પવન સિંહ જેપી નડ્ડાને મળ્યા હતા
પવન સિંહે થોડા દિવસ પહેલા જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મીટિંગ પછી અભિનેતાએ કહ્યું હતું કે મેં પાર્ટી અધ્યક્ષ સાથે વાત કરી છે. ભવિષ્યમાં જે થશે તે સારું થશે. જ્યારે પવન સિંહને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે? તેના પર તેમણે કહ્યું હતું કે સમય જ કહેશે. જો કંઈ થશે તો હું તમારી સાથે શેર કરીશ.
પહેલા કેમ ના પાડી?
પવન સિંહે આસનસોલથી ટિકિટ મેળવ્યા બાદ ચૂંટણી લડવાનો ઇનકાર કેમ કર્યો તે સ્પષ્ટપણે જણાવ્યું ન હતું. એવું માનવામાં આવે છે કે તેમના વિવાદાસ્પદ ગીતોના કારણે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આસનસોલ સીટ પર પરપ્રાંતિયોની સારી સંખ્યા છે. હાલમાં, તૃણમૂલ કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહા સાંસદ છે અને આ બેઠક પરથી આગામી ઉમેદવાર પણ છે.
આ પણ વાંચો----- Rahul ની ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચતા પહેલા જ Congress ને મોટો ઝટકો, મોટા નેતાએ BJP સાથે હાથ મિલાવ્યો…
આ પણ વાંચો--- ELECTION COMMISSION : આજે સાંજે ચૂંટણી પંચ કરી શકે છે મોટી જાહેરાત
આ પણ વાંચો---- Lok Sabha Election 2024: કોંગ્રેસનો મોટો નિર્ણય, કમલનાથ અને દિગ્વિજય નહીં લડે લોકસભાની ચૂંટણી