Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Viral : રાજ્યમાં અનેક સ્થળે મત આપવાના વીડિયો વાયરલ

Viral : રાજ્યમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકો પર ઉત્સાહપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદારો મોટી સંખ્યામાં સવાર સવારમાં જ મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. જો કે કેટલાક મતદારો એવા પણ છે કે જે મતદાન...
viral   રાજ્યમાં અનેક સ્થળે મત આપવાના વીડિયો વાયરલ

Viral : રાજ્યમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકો પર ઉત્સાહપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. મતદારો મોટી સંખ્યામાં સવાર સવારમાં જ મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. જો કે કેટલાક મતદારો એવા પણ છે કે જે મતદાન મથકમાં જ પોતે મત આપતો હોય તેવા ફોટા પાડીને કે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) કરી રહ્યા છે. વેરાવળમાં તો આ પ્રકારે વીડિયો બનાવનારા સામે પ્રિસાઇંડીગ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોતે કોને મત આપ્યો તે માહિતી ગુપ્ત રાખવાની હોય છે

લોકશાહીનું જતન કરવાનું આજે પર્વ છે અને દરેક મતદારે પોતાનો અમૂલ્ય મત અચૂક આપવો જોઇએ. એક મતથી પણ ઘણું બધુ થઇ શકે છે. પણ લોકશાહીમાં જ્યારે મત આપવાનો હોય ત્યારે મત ગુપ્ત રાખવાનો હોય છે એટ લેકે પોતે મત કોને આપ્યો તે હંમેશા ગુપ્ત રાખવાનો હોય છે. મતદાન મથક પર પોલીસ બૂથમાં જઇને ઇવીએમ બટન દબાવતી વખતે પણ પોતે કોને મત આપ્યો તે માહિતી ગુપ્ત રાખવાની હોય છે.

વીડિયો કે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ

જો કે આમ છતાં આજે રાજ્યમાં અનેક સ્થળે મત આપવાના વીડિયો વાયરલ થયા છે. મતદારો મતદાન મથક પર જઇને પોતે કોને મત આપ્યો તેનો વીડિયો કે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. સામાન્ય રીતે મતદાન કર્યા બાદ મતદાન મથકમાંથી બહાર આવી શાહીવાળી આંગળી દર્શાવીને પોતે મત આપ્યો છે તેનો ફોટો વાયરલ કરાય તો વાંધો નથી પણ મતદાન મથકમાં જ ફોટો પાડવ તે ગુનો બને છે.

Advertisement

બનાસકાંઠામાં વૃદ્ધા પાસે મતદાનનું બટન દબાડાવ્યું

કેટલાક મતદારોએ તો પોતે ચોક્કસ પક્ષને મત આપતા હોવાનો વીડિયો બનાવ્યો છે. રાજ્યના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભરૂચમાં આ પ્રકારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે તો બનાસકાંઠામાં વૃદ્ધા પાસે મતદાનનું બટન દબાડાવ્યું હતું જે ખોટું છે.

Advertisement

મતદાન કરતી વખતે વીડિયો બનાવી વાયરલ કર્યો

આમ પણ મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. વેરાવળમાં તો ચોંકાવનારો કિસ્સો બન્યો છે.
વેરાવળમાં મતદાનનો વીડિયો બનાવનારની ધરપકડ કરાઇ છે. પ્રિસાઇડિંગ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા હાર્દિક ઝાલા નામના શખ્સની ધરપકડ કરાઇ છે. હાર્દીકે મતદાન કરતી વખતે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો--- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

આ પણ વાંચો---- ELECTIONS: મતદાન મથક પર જો કંઇ ખોટું કર્યું તો…

Tags :
Advertisement

.