દિવાળી પછી આ 5 ડ્રિંક્સ પીવાનું શરૂ કરો, શરીરમાંથી પ્રદૂષણનો કચરો દૂર થશે
Diwali Air pollution : વિટામિન સી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે
09:51 PM Oct 31, 2024 IST
|
Aviraj Bagda
Diwali Air pollution : આ આધુનિક યુગમાં Air pollution એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગયું છે. જે દરેક સજીવના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. તો દિવાળી જેવા તહેવારોમાં જ્યારે લોકો ભાન ભૂલીને ફટાકડા ફોડે છે. તેના કારણે આ Air pollution માં બહોળો વધારો થાય છે. આ સ્થિતિમાં શ્વાસ સાથે ઝેરી તત્વો શરીરમાં જમા થવા લાગે છે, જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. પરંતુ દિવાળીમાં વાયૂ પ્રદૂષણને આ પ્રકારના પીણા પીવાથી નિદાન મેળવી શકાય છે.
વિટામિન સી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે
- સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું એ શ્રેષ્ઠ ડિટોક્સ ડ્રિંક છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને લીવરને સાફ કરે છે. લીંબુમાં રહેલું વિટામિન સી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે, જે શરીરમાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે.
કર્ક્યુમિન Air pollution ની અસરોને ઘટાડે છે
- આદુ અને હળદરવાળું દૂધ એક એસીડીટી વિરોધી પીણું છે. આદુ શ્વસનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે, જ્યારે હળદરમાં રહેલું કર્ક્યુમિન Air pollution ની અસરોને ઘટાડે છે. તેને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી તમને તાજગી અને ઉર્જા મળશે.
શરીરને ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે
- ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. સવારે એક કપ ગ્રીન ટી પીવાથી તમને આખા દિવસ માટે એનર્જી મળે છે અને શરીરને સાફ કરવાની પ્રક્રિયા ઝડપી બને છે.
પાલક અને કાકડીનો રસ શરીરને ઠંડક આપે છે
- પાલક અને કાકડીનો રસ શરીરને ઠંડક આપે છે અને ડિટોક્સિફિકેશનમાં મદદ કરે છે. આ જ્યૂસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તેને બનાવવા માટે પાલકના પાન અને કાકડીને મિક્સરમાં નાંખો અને તેનો રસ કાઢો.
ચિયાના બીજને આખી રાત પલાળી રાખો
- ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીન હોય છે. જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. ચિયાના બીજને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે તેને પીવાથી તમારી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને શરીરમાંથી ગંદકી સાફ થવા લાગે છે.
આ પણ વાંચો: Diwali 2024 માં ફટાકડાથી ફેફસાના કેન્સરને આ રીતે બચાવી શકાય છે
Next Article