Amreli Plane Crash Today : અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ, પાઇલટનું મોત
- ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ
- પ્લેન ક્રેશ થતાં સર્જાયો અફરાતરફીનો માહોલ
- ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
Amreli Plane Crash Today : અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થયુ છે. જેમાં પ્લેન ક્રેશ થતાં પાઇલટનું મોત થયુ છે. તેમજ ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા ચકચાર મચી છે. રહેણાંક વિસ્તારમાં મીની પ્લેન ક્રેશ થતા સ્થિાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ પ્લેન ક્રેશ થતાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. જેમાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે
મળતી માહિતી પ્રમાણે, રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.
અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી
આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતુ તેમાં પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. જેમાં પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેમણે જીવ ગુમાવ્યો છે. પ્લેન ક્રેશનાં કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: Dwarka : અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, યુવતીને શ્વાનની માફક જમીન પર ચલાવી