Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Brazil માં 62 લોકોને લઈને જઈ રહેલા વિમાનને કાળ ભરખી ગયો

Flight 2283-PS-VPB ને કાળ ભરખી ગયો છે Plane એ Brazil ના વિન્હેડો શહેરમાં પડ્યું હતું તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે Sao Paulo Plane Crash: Brazil ના Sao Paulo માં એક Plane માં ભયાવહ દુર્ઘટના ઘટી છે....
brazil માં 62 લોકોને લઈને જઈ રહેલા વિમાનને કાળ ભરખી ગયો
  • Flight 2283-PS-VPB ને કાળ ભરખી ગયો છે

  • Plane એ Brazil ના વિન્હેડો શહેરમાં પડ્યું હતું

  • તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે

Sao Paulo Plane Crash: Brazil ના Sao Paulo માં એક Plane માં ભયાવહ દુર્ઘટના ઘટી છે. Brazil ના Sao Paulo રાજ્યમાં એક મુસાફરોને લઈ જઈ રહેલા Plane અકસ્માતનો ભોગ બન્યો છે. જોકે આ ઘટનામાં કેટલા લોકોની મોત થઈ છે, તે હજું સામે આવ્યું નથી. પરંતુ આ Plane નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. આ વીડિયો Plane ઝડપથી નીચે ઉતરી રહ્યું, તેવું લાગી રહ્યું છે. તો આ ઘટનાની જાણ થતાની સાથે બચાવ કાર્ય શરું કરવામાં આવ્યું છે.

Advertisement

Flight 2283-PS-VPB ને કાળ ભરખી ગયો છે

જોકે એ માહિતી સામે આવી છે કે, આખરે આ Plane માં 62 લોકો મુસાફરી કરી રહ્યા હતાં. તો આંતરાષ્ટ્રીય અહેવાલ અનુસાર Brazil ની સ્થાનિક Airline VOEPASS નું Plane Flight 2283-PS-VPB ને કાળ ભરખી ગયો છે. તો Flight 2283-PS-VPB એ Cascavel ના હવાઈ મથકથી Guarulhos હવાઈ મથક માટે ઉડાન ભરી હતી, જેમાં 58 યાત્રીઓ અને 4 ચાલક દળના સભ્યો હતાં. તે ઉપરાંત એ પણ સામે આવ્યું નથી કે, આ Plane નો અકસ્માત કયા કારણોસર થયો હતો.

Advertisement

આ પણ વાંચો:પુતિનના સૈનિકોની સામે યુક્રેને સૈનિકોને છોડી Roborts Dogs રણમેદાનમાં ઉતાર્યા

Plane એ Brazil ના વિન્હેડો શહેરમાં પડ્યું હતું

ત્યારે Airline VOEPASS એ Flight 2283-PS-VPB ના Crash થવાની માહિતી તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી શેર કરી છે. તો નિવેદનમાં પણ Plane Crash નું કારણ જણાવવામાં આવ્યું નથી. આ Plane એ Brazil ના વિન્હેડો શહેરમાં પડ્યું હતું. આ Plane જમીન પર પડતાની સાથે તેમાં આગ લાગી ગઈ હતી. આંતરાષ્ટીય અહેવાલ અનુસાર, પ્લેનમાંથી ભારે ધુમાડો અને આગ નીકળી રહી હતી. આ Plane રહેણાંક વિસ્તારમાં પડ્યું છે.

Advertisement

તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે

Plane દુર્ઘટના પછી દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ મીટિંગમાં હાજર લોકોને ઉભા થવા અને એક મિનિટનું મૌન પાળવાનું કહ્યું હતું. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે એવું લાગે છે કે પ્લેનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે. ફાયર બ્રિગેડ, મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટીની ટીમોને વિન્હેડોમાં અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી છે.

આ પણ વાંચો: Shocking : શું ચીનમાં લગ્ન કરવાથી યુવાનો ડરે છે? અર્થવ્યવસ્થા માટે નવો પડકાર

Tags :
Advertisement

.