MI Vs SRH: હૈદરાબાદ સામે 4 વિકેટથી મુંબઈની શાનદાર જીત
- મુંબઈએ હૈદરાબાદને હરાવ્યું
- હૈદરાબાદની શરમજનક હાર
- સૂર્યકુમાર-હાર્દિકની ધમાકેદાર ઈનિંગ
MI Vs SRH: મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ (MI Vs SRH)હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ 19મી ઓવરમાં 4 વિકેટ બાકી રહેતા આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ હતી. મધ્ય ઓવરોમાં સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ વચ્ચેની 52 રનની પાર્ટનરશિપે મુંબઈની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
મુંબઈ ઇન્ડિયન્સ માટે 163 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો
સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સ માટે 163 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની બેટિંગ ધીમી હતી, પરંતુ અનિકેતે 20મી ઓવરમાં હાર્દિક પંડ્યાની ઓવરમાંથી 22 રન લીધા, જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 162 રન બનાવી શક્યું. હૈદરાબાદ માટે ઓપનર અભિષેક શર્માએ 28 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 40 રનનો સૌથી વધુ સ્કોર બનાવ્યો.
મુંબઈને 163 રનનો મળ્યો ટાર્ગેટ
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 163 રનનો લક્ષ્યાંક મળ્યો, જેના જવાબમાં તેને ખૂબ જ ઝડપી શરૂઆત કરી. રોહિત શર્માએ પહેલા 4 ઓવરમાં મોટાભાગના બોલ રમ્યા અને 16 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. આ રોહિતનો IPL 2025માં અત્યાર સુધીનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. રિયાન રિકલ્ટન 31 રન બનાવીને આઉટ થયો.
વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવે ઈનિંગ સંભાળી અને 52 રનની પાર્ટનરશિપ કરીને MI માટે જીત સરળ બનાવી દીધી. આ દરમિયાન, સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સે પણ માત્ર 7 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. સૂર્યાએ 26 રન અને જેક્સે 36 રન બનાવ્યા.
આ પણ વાંચો -IPL ની ટૂર્નામેન્ટ વચ્ચે BCCIની મોટી કાર્યવાહી! આ બે કોચની કરી હકાલપટ્ટી
જીત માટે તરસ્યા MIના બેટ્સમેન
મુંબઈએ 128 રનના સ્કોરે ચોથી વિકેટ ગુમાવી દીધી હતી અને જીત માટે હજુ 35 રન બનાવવાના હતા. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ મળીને 34 રન બનાવ્યા, પરંતુ જ્યારે મુંબઈને જીત માટે ફક્ત એક રનની જરૂર હતી, ત્યારે હાર્દિક 21 રનના સ્કોર પર આઉટ થઈ ગયો.
આ પણ વાંચો -DC Vs RR: દિલ્હીએ રાજસ્થાનને સુપરઓવરમાં હરાવ્યું
મુંબઈનો વિજય 4 રનથી સુનિશ્ચિત કર્યો
મુંબઈએ 17.1 ઓવરમાં 162 રન બનાવ્યા હતા, બંને ટીમોના સ્કોર સમાન હતા અને મુંબઈને જીતવા માટે ફક્ત એક રનનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ આ છેલ્લો એક રન બનાવવા માટે 7 બોલ ખર્ચ્યા અને આ દરમિયાન તેને 2 મોટી વિકેટ પણ ગુમાવી દીધી. અંતે, 19મી ઓવરના પહેલા બોલ પર, તિલક વર્માએ ઝીશાન અન્સારીના બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને મુંબઈનો વિજય 4 રનથી સુનિશ્ચિત કર્યો.